Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ચોટીલા પંથકમાં વરસાદથી ખેતરમાં પડેલા પાકને ભારે નુકશાન

ચોટીલા તા. ૧૯ :  ચોટીલા પંથકમાં આજે બપોર બાદ કમોસમી માવઠાથી ખેડૂતોને મોટૂ નુકશાન થયેલ છે

ચોટીલાનાં અનેક ગામડાઓમાં માં બપોર બાદ કમોસમી માવઠાનો ધોધમાર વરસાદ વરસતા અનેક ખેડૂતો ને મોંઢે આવેલો કોળિયો છીનવાયો છે.

વિજળીના કડાકા ભડકા સાથે મોલડી, જીજુડા, પીપળીયા, હરણીયા, મેવાસા, સુખસર,ચિરોડા (ભા) આણંદપુર ની આજુ બાજુના ગામમાં કમોસમી વરસાદ અને જોરદાર પવન સાથે વરસાદ પડવાથી ખેડુતોને કપાસ, મગફળીને અન્ય પાકને મોટાપાયે નુકસાન થયેલ છે તેમજ અનેક ખેતરોમાં લણેલ પાકના ખળા પડેલ હતા જેમા ખેત જણસ પલળી જતા ખેડૂતની નજર સામે પાયમાલ થતા હોવાના દ્રશ્યો સર્જાયા છે.

ચોટીલા તાલુકાના અનેક ગામો માં રાત સુધી વરસાદ શરૂ રહેલ છે. કુદરનો કોપ જગતાત ને સહન કરવાનો સમય આવેલ છે અને નુકસાની ભોગવવાનો વારો ચડેલ છે

એક તરફ કોરોના ખેતીમાં નબળુ વર્ષ ઉપર કમોસમી માવઠાથી ખેડૂત કમ્મર ભાંગી નાખવા કુદરત રૂઠી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.

તાલુકામાં નુકશાની અંગે તંત્ર સર્વે કરાવી ખેડૂતો ને સહાય મળે તે માટે પગલા ભરે તેવી માંગ ઉઠી છે.

(11:35 am IST)