Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

નેટવર્કફોર ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કો-ઓપરેટી વઇન એશિયા પેસેફિક (NEDAC) ની

એગ્રીકલ્ચર અને કો-ઓપરેટીવ કમિટીના ચેરમેન પદે દિગ્ગજ સહકારી આગેવાન દિલીપ સંઘાણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ : NEDAC જનરલ એસેમ્બલીની મીટીંગ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવેલ જેમાં ૧૦ કરતા વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

જેમાં ભારતમાંથી પ્રતિનિધિત્વ કરતા પૂર્વ કૃષિ-સહકાર મંત્રી નાફસકોબના અને ગુજકોમાસોલના ચેરમેન, ઇફકોના વાઇસ ચેરમેન એવા સહકાર શિરોમણી દિલીપભાઇ સંઘાણી આજે કૃષિ અને સહકારને લગતી કમીટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવેલ છે

NEDACમાં ભારત, ચીન, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેટનામ, શ્રીલંકા, બાંગ્લાદેશ, સાઉથ કોરિયા, થાઇલેન્ડ સહિતના અલગ અલગ દેશો સભ્યો છે.

જેમાં એશિયાના લોકોને સહકારના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતીમાં વધુમાં વધુ કઇ રીતે ઉપયોગી થઇ શકાય અને ભવિષ્યમાં ટેકનોલોજીના માધ્યમથી પણ ખેતી થઇ શકે તે અંગે સતત કાર્યો થતા હોય છે.

આ મિટિંગમાં હાલમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિડીયો કોન્ફરન્સ દ્વારા જનરલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કમીટીના ચેરમેન તરીકે દિલીપભાઇ સંઘાણીની વરણી કરવામાં આવેલ તેવું અખબારી યાદીમાં જણાવેલ છે.

(12:37 pm IST)