Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મીઠાપુરના ભીમરાણા નજીક કાર પલ્ટી પાણીના ખાડામાં ખાબકતાં બાળકી-મહિલાના મોત

કાર સવાર અન્ય ત્રણને ઇજા, એક મહિલા ગંભીરઃ પુરપાટ ઝડપે જતી કાર વચ્ચે કુતરૂ આડુ ઉતરતાં ચાલકે સ્ટેયરીંગ કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયોઃ પોરબંદરના મહેર પરિવારમાં કલ્પાત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯ : મીઠાપુર નજીક આવેલ ભીમરાણા મોગલ માતાજીના મંદિર પાસે ગઇકાલે પુરપાટ ઝડપે જતી કાર અચાનક પલટી મારી પાણીના ખાડામાં પડતાં કારમાં સવાર દશ વર્ષની બાળકી અને એક મહિલાનું મોત નીપજયુ હતુ. કારમાં સવાર અન્ય ચાર વ્યકિતને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું જણાઇ રહયું છે.

મળતી વિગત મુજબ પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતાં જીતેશ ભુપતભાઇ ગોઢાણી (ઉ.વ.ર૮) નામના મહેર યુવાન પોતાની જીજે૧૦ એસી ૮,ર૦ની લઇ પરિવારના સભ્યો સાથે દર્શનાર્થે જતાં હોય ત્યારે ગત સાંજના ભીમરાણા નજીક પુરપાટ ઝડપે જતી કાર આડે કુતરંુ ઉતરતાં ચાલક જીતેશભાઇએ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર પલટી રોડથી દુર આવેલ પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી.

અકસમાતનો બનાવ બનતાં આસપાસના લોકો દોડી આવી પોલીસ તેમની પત્ની, સંબંધી ઇલાબેન તેમનો પુત્ર પ્રિન્સ તથા જીતેશભાઇના બહેનના સાસુ હંસાબેન ખાડામાંગરક થઇ  જવાથી પાણી પી જતાં બે શુધ્ધ થઇ ગયા હતાં. જયારે જીતેશભાઇના સાુ જમનાબેન તથા ભાણેજ વિશ્વા (ઉ.વ.૧૦) વધુ પાણી પી જતાં તેમનું મોત નીપજયુ હતુ. તમામને હોસ્પિટલ ખાતે ખસેડી અકસમાતના પગલે મીઠાપુર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવના પગલે મીઠાપુર પોલીસે કાર ચાલક જીતેશ ગોઢાણીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(12:38 pm IST)