Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

અમરેલીમાં જુગાર રમતા છ મહિલા સહિત ૭ ઝડપાયા

અમરેલી,તા. ૧૯: અમરેલી બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામીનારાયણ નગર-૧ માં જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓ અને એક પૂરૂષ મળી કુલ સાત ઇસમોને રોકડા રૂ.૧૪,૫૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય મદદનીશ પોલીસ અધિક્ષક અભય સોનીએ અમરેલી જીલ્લામાં પ્રોહિ / જુગારની બદીને ડામવા માટે અને જુગાર રમતા જુગારીઓ ઉપર વોચ ગોઠવી તેઓના ઉપર સફળ રેઇડો કરી તેઓના વિરૂદ્ઘમાં ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.જે.ચૌધરીની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના પો.સબ ઇન્સ. એસ.આર.શર્મા તથા એ.એસ.આઇ. બી.ડી.જોષી તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા સિદ્ઘરાજસિંહ જાડેજા તથા દયાબેન મકવાણા તથા સાબેરાબેન બ્લોચ એ રેઇડ કરી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતી છ મહિલાઓ તથા એક પુરૂષને રોકડા રૂપીયા ૧૪,૫૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ઘમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

 જુગાર રમતા (૧) દેવેન્દ્રભાઇ પ્રવિણભાઇ ત્રીવેદી (૨) અનસુયાબેન વકતુસિંહ વનરાજસિંહ ડાભી (૩) શારદાબેન વા/ઓ રમેશભાઇ નાનજીભાઇ મકવાણા (૪) મનીષાબેન અનીલભાઇ બાબુભાઇ ગોસ્વામી (૫) ફરીદાબેન સબીરભાઇ હુસેનભાઇ વીસર (૬) ઉષાબેન હસમુખભાઇ મનસુખભાઇ ત્રિવેદી તથા (૭) જરીનાબેન  ઇકબાલભાઇ મુસાભાઇ કચરા રહે. તમામ અમરેલી ઝડપાયેલ હતા.

(12:41 pm IST)