Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વેરાવળમાં સૌપ્રથમવાર ડી.કે.ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રીનો કાર્યક્રમ ખેલૈયાઓ તથા દર્શકોએ ઓનલાઇન માણ્યો

વેરાવળ ડી.કે.ગ્રૃપ દ્વારા સૌપ્રથમ વાર ઓનલાઇન વેલકમ નવરાત્રી યોજાયેલ તેની ઝલક (તસ્વીરઃ દીપક કક્કડઃ વેરાવળ)

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: ડી.કે. ગ્રુપ દ્વારા સૌપ્રથમવાર ઓનલાઇન વેલકમ નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં હજારો ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા અને દર્શકો ઉમટી પડેલ હતા.

કાર્યક્રમ નો  પ્રારંભ  માતાજીની  આરતીથી કરવામાં આવેલ હતો જેમાં   અનેક  રાઉન્ડ  રાખવામાં  આવેલ  ર  કલાક   સુધી   ચાલેલ આ  કાર્યક્રમ  ખેલૈયાઓ  મન મુકી નેરાસ  લીધો  હતો  માતાજીના ઓનલાઈન ગરબાથી ખેલૈયાઓ દર્શકો ઝુમી ઉઠેલ હતા.

ઓનલાઈન  કાર્યક્રમમાં  સ્મીતા છગ, દીશા પોપટ, કીરીટ  વસંતે જોડાયેલા  ખૈલેયાઓને  માર્ગદર્શન  આપેલ  હતું  પ્રથમ  વખત આ કાર્યક્રમ યોજાયેલ  તેમાં અનેક  દર્શકોએ કાર્યક્રમને બિરદાવેલ હતો તેમજ ઓનલાઈન માણ્યો હતો.

ડી.કે. ગુ્રપના  દીપક કકકડ, સંકેત કકકડ, માધવ  કકકડે  સુંદર આયોજન કરેલ હતું આ દાંડીયારાસ હરીફાઈમાં  જશાભાઈ  બારડ,  જગદીશભાઈ ફોફંડી, લખમભાઈ ભેસલા,  ઈન્ડીયન  રેયોન વેરાવળ, જીએચસીએલ, સીઘ્ધી સિમેન્ટ, હરદાસભાઈ  સોલંકી, કે.ની.થોમસ,ધનસુખભાઈ પીઠડનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પાર્થ જેઠવા એ કરેલ હતું.

(12:41 pm IST)