Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મોરબીના બે વિદ્યાર્થીઓએ NEET પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી

મોરબી : તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટેની પરીક્ષા NEET-2020નું રીઝલ્ટ જાહેર થયું. જેમાં મોરબીની એલીટ સ્કૂલ તેમજ નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. મોરબીની એલીટ સ્કૂલના વિદ્યાર્થી શેરશીયા નઈમેં NEET 2020 ની પરીક્ષામાં ૭૨૦ માંથી ૬૭૦ માકર્સ મેળવી ઓલ ઇન્ડિયા રેન્કમાં ૧૨૬૯ મો ક્રમાંક પ્રાપ્ત કરીને સિદ્ઘિ હાંસલ કરી છે અને મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ માકર્સ સાથે શેરશીયા નઈમ ઉતીર્ણ થયાનો વિક્રમ સ્થાપિત કર્યો છે જયારે નવયુગ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીનીએ પણ NEET પરીક્ષામાં ઝળહળતી સિદ્ઘિ પ્રાપ્ત કરી છે જેમાં નવયુગ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની ગોધાણી ચાંદનીઅ નીટ પરીક્ષામાં ૬૬૨ માકર્સ મેળવ્યા છે અને તેને પણ ઉચ્ચ ગુણો સાથે ઉતીર્ણ થઈને ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન પ્રાપ્ત કર્યું હોય જેથી શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

(1:37 pm IST)