Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

અધિક માસ પૂર્ણ થતા મચ્છુન્દ્રી ડેમના ઉછળતા ઓવર ફલો પ્રવાહમાં ઠાકોરજીને અવભૃથ સ્નાન કરાવતા શાસ્ત્રી મા્ધવપ્રિયદાસજી સ્વામી અને સંતો

ઉના તા. ૧૯ હાલ વિશ્વસ્તરે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે મહામારીનો પ્રકોપ શાંત થાય અને અને કોરોના રોગથી પીડાતા દર્દીઓ ઝડપથી સાજા થાય તેવા શુભ હેતુથી, શ્રી સ્વામિના્રાયણ ગુરુકુલ દ્રોણશ્વર ખાતે SGVP ગુરુકુલના શાસ્ત્રી મા્ધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે અધિક માસમાં ઓન લાઇન સત્સંગીજીવન ગ્રન્થની કથા અને ૪-૫ વખત દેશ વિદેશના લોકો ઘર બેઠા લાભ લઇ શકે તે માટે ઓન લાઇન મહાપૂજા રાખવામાં આવેલ.

અધિક માસમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલની શાખાઓ  દ્વારા અવનવી જીવદયા તથા માનવ સેવાની પરોપકારી પ્રવૃત્તિઓ થઇ રહેલ છે, જેમાં રીબડા ગુરુકુલ દ્વારા અધિક માસ દરમ્યાન ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશાને આધારે સર્વ પ્રાણી માત્રનું મંગળ થાય તેવી ભાવના સાથે દરરોજ વિવિધ સેવા યજ્ઞ ચાલી રહેલ છે.

આ ઉપરાંત મેમનગર ગુરુકુલ દ્વારા ૩૦૦૦ કેિલોનો ફલકુટોત્સવ ઉજવાયો. જેમાં તમામ ૩૦૦૦ સફરજન ગરીબોને વહેંચવામાં આવેલ.

એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા સનાતન મંદિરમાં ૭૦ X ૧૮ ફુટ સ્ટેજમાં સનાતન ધર્મની ૧૮ મૂર્તિઓ સમક્ષ ૨૮૦૦ કિલો ફળો ધરાવી ઓન લાઇન  ફલકુટોત્સવ અને પાટોત્સવ ઉજવ્યો તમામ ફળો ગરીબોને વહેંચવામાં આવેલ.

પુરુષોત્તમ માસ પૂર્ણ થતા, નવરાત્રીના પ્રથમ દિને, જેના મસ્તક પર સતત જલધારા વહી રહી છે તે દ્રોણેશ્વર મહાદેવની સમીપે અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં મચ્છુન્દ્રી ડેમના ઉછળતા  ઓવર ફલો વહેતા જલ-પ્રવાહમાં ઠાકોરજીને માધવપ્રિયદાસજી સ્વામીઅે અવભૃથ સ્નાન કરાવ્યું હતું.

અવભૃથ સ્નાનમાં ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી, પુજારી  હરિદર્શનદાસજી સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી વગેરે સંતો જોડાયા હતા.

    હરિભકતોના આગ્રહને માન આપી, માધવપ્રિયદાસજી સ્વામીના વ્સાસપદે અધિક માસ દરમ્યાન ચાલી રહેલી સત્સંગીજીવનના કથા નવરાત્રી દરમ્યાન પણ દરરોજ રાતે ૮-૧૫ થી ૯-૧૫ દરમ્યાન ચાલુ રાખવામાં આવી છે.

(3:38 pm IST)