Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગોંડલના વેકરીના ડબલ મર્ડર મિસ્ટ્રીના આરોપી નાનજીને કોરોના પોઝીટીવઃ બે મહિલાની શોધખોળ

રાજકોટ તા. ૧૯: ૭ વિઘા જમીન અને રપ લાખની વિમાની પોલીસી મેળવવા માટે જેતપુરના રમેશ કલાભાઇ બાલધા તથા નિર્દોષ ડ્રાઇવર અશ્વીન પ્રેમજીભાઇ પરમાર રે. જુનાગઢને કાર સાથે ગોંડલના વેકરી પાસે તળાવામાં નાંખી દઇ મોતને ઘાટ ઉતારવાના ડબલ મર્ડર મિસ્ટ્રીના બનાવમાં પકડાયેલ મુખ્ય સુત્રધારને કોરોના પોઝીટીવ આવતા હોસ્પીટલમાં ખસેડાયો છે. ડબલ મર્ડર મિસ્ટ્રીનો જુનાગઢ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. આર. કે. ગોહિલ તથા સ્ટાફે ભેદ ઉકેલી મુખ્ય સુત્રધાર નાનજી ઉર્ફે નાસીરખાન ભીમાભાઇ કાતરીયા રે. ખડીયા તા. જુનાગઢને પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. તપાસનીશ ગોંડલ તાલુકાના પી.એસ.આઇ. મહેન્દ્રસિંહ પરમારે મુખ્ય આરોપી નાનજી ઉર્ફે નાસીરખાનનો રીમાન્ડ પૂર્વે કોવીડનો ટેસ્ટ કરાવતા તેને રીપોર્ટ પોઝીટીવ આવતા તુર્તજ સારવાર અર્થે ગોંડલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

અત્રે એ નોંધનીય છે કે, મુખ્ય સુત્રધાર નાનજીએ તેની બહેન મંજાુ ઉર્ફે મરીયમના મૃતક રમેશ પટેલ સાથે પ્રેમલગ્ન કરાવી તેની જમીન અને વિમાની પોલીસીની રકમ મેળવવા માટે બહેન મંજાુ તથા પ્રવિણા ઉર્ફે મધુ રે. રાજકોટની મદદથી પૂર્વયોજીત કાવત્રું રચી રમેશ અને તેના નિર્દોષ ડ્રાઇવર અશ્વીનને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

તાલુકા પોલીસે ડબલ મર્ડરમાં સંડોવાયેલ મંજુ અને પ્રવિણાની શોધખોળ હાથ ધરી છે.

(3:38 pm IST)