Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન.

કપાસ ઢળી ગયો ને મગફળી પલળી જતા જગતના તાતને ભારે નુકશાની :જીરું કે અન્ય પાકો ને પણ ભારે નુકસાન

ધોરાજી: ધોરાજી પંથકમાં રવિવારના રોજ આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકશાની થવા પામી હતી.

 નવરાત્રીના બીજા નોરતે ધોરાજી પંથકમાં એક થી 3 ઇંચ પડેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાની વેઠવી પડી છે. ભારે પવન અને વરસાદથી ખેતરમાં એકઠી કરેલ મગફળી પલળી ગઈ ઉપરાંત કપાસ ઢળી પડ્યો હતો. આ સિવાય જીરું કે અન્ય પાકો ને પણ ભારે નુકસાન થયું હતું.
ચાલુ વર્ષે ચોમાસામાં બમણો વરસાદ પડયો જે માંથી ખેડૂતો માંડ માંડ બહાર નીકળ્યા હતા કે તુરંત કમોસમી વરસાદથી મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવો તાલ સર્જાયો છે.
ખેડૂત  વિઠ્ઠલભાઈ હિરપરા એ જણાવેલકે ધોરાજી પંથકમાં ઉભા મોલ ઢળી પડ્યા ને મગફળી ખેતરમાં પલળી જવાથી આ પંથકમાં હજારો એકરમાં મોટી નુકશાની ખેડૂતોને થઈ છે. સરકારે ખેડૂતોની નુકશાની બાબતે સત્વરે સર્વે કરી યોગ્ય સહાય આપવી જોઈએ. જે બાબતે કૃષિમંત્રી ને ખેડૂતો દ્વારા રજુઆત કરાશે

(6:00 pm IST)