Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુરેન્દ્રનગરમાં મર્ડર કેસમા મહિલા આરોપીને ગણતરીનીના દિવસોમાજ ઝડપી લેતી પોલીસ દિયરની હત્યામા સગી ભાભીની સંડોવાણી ખુલ્લતા ચકચાર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા સાગર ભાઇ તલશીભાઇ સાંતલપરાની હત્યાના બનાવના પગલે હત્યાના ગુન્હા સંબંધ મહીલા આરોપીની ધરપકડ કરી   ધોરણસર્ની  કાર્યવાહી હાથ ઘરી છે. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબે મર્ડરનો અનડીટેઇક ગુનો ડીટેઇક કરવા સુચના કરેલ હોય જેથી એચ.પી.દોશી નાયબ પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગર ડીવી. સુરેન્દ્રનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ  પો.ઇન્સ એન.કે.ચૌહાણ તથા એ.એસ.આઇ. એસ.વી.દાફડા તથા પો.હેડકોન્સ ધનરાજસિંડ જશુભા વાધેલા, તથા મુકેશભાઇ મનુભાઇ ઉતેળીયા તથા વિજયસિંહ જોરૂભા ડોડીયા તથા પો.હેડકોન્સ દશરથસિંફ જાલુભા ચિત્રા તથા પો.કોન્સ હારૂનભાઇ ગુલાબભાઇ કુરેશી તથા અમીતભાઇ જગદીશભાઇ મહેતા તથા વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર તથા કીશનભાઇ વેલાભાઇ ભરવાડ તથા મહાવિરસીંહ વજેસંગભાઇએ રીતેના વિગેરે સ્ટાફના માણસો લોકોની સઘન પુછપરછ કરી તેમજ અંગત બાતમીદારો સક્રીય કરી જાણવા મળેલ કે આ કામે મરણ જનાર સાગરભાઇને તેઓના ભાભી કસ્તુરીબેન સાથે આડા સબંધ હોય જેથી મરણજનારના ભાભી કસ્તુરીબેન વા/ઓ વજાભાઇ સાંતલપરા જાતે. સુ.કોળી રહે.

            સુરેન્દ્રનગર વડનગર ગંગાનગર હુડકો સોસાયટી વાળીની પુછપરછ કરતા ગુનાનો સ્વીકાર કરતા પોતાના પતિ વજાભાઇ ઘણા સમય પહેલા મરણ ગયેલ હોય અને સાગરભાઇના પત્ની પણ મરણ ગયેલ હોય અને પોતાને પોતાના દીયર સાગરભાઇ સાથે પ્રેમ સંબંધ હોય અને હાલે પોતાના બંને દીકરા મોટા થઇ ગયેલ હોય જેથી પોતે સાગરભાઇને પોતાને સબંધ રાખવો ન હોય પરંતુ સાગરભાઇ પોતાને અવાર નવાર શરીર સબંધ બાંધવાની માંગણી કરતા હોય અને ગઇ તા.૧૫/૧૦/ર૦ર૦ ના રોજ રાત્રીના સાગરભાઇ પોતાના ઘરમા આવી બળજબરીથી શરીર સબંધ બાંધવાની કોશીષ કરતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને  સાગરભાઇ રોજની જેમ પોતાના ઘરની બહાર ખાટલા ઉપર સુતા હોય પોતાને ગુસ્સો આવતા રાત્રીના સમયે સાગરભાઇ સુતા હોય તે વખતે પોતે છરી વતી ગળા તથા મોઢાના ભાગે છરીના ઘા મારી ઇજા કરી મોત નીપજાવી ગુનો કરેલ હોય જે અનડીટેઇક ગુનો ડીટેઇક કરી સદરહુ ગુનાના કામે મજકુર આરોપી કસ્તુરીબેન વા/ઓ વજાભાઇ સાંતલપરા જાતે.ચુ.કોળી ઉવ-રહે.સુ.નગર વડનઞર ગંગાનગર હુડકો સોસાયટી વાળીને આજ રોજ ના ધોરણસર અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ.

 

(9:41 pm IST)