Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ધોરાજીના તોરણીયામાં બાખડતાં ખુટીયાની હડફેટે ચડી જતાં નટુભાઇ ટીલવાનું મોત

રાજકોટ તા. ૧૯: ધોરાજીના તોરણીયા ગામમાં બાખડી રહેલા ખુંટીયાની હેડફેટે ચડી જતાં ફંગોળાઇ જતાં વૃધ્ધને માથામાં ગંભીર ઇજા થતાં સારવારમાં દમ તોડી દીધો હતો.

તોરણીયા ગામે રહેતાં નટુભાઇ છગનભાઇ ટીલવા (પટેલ) (ઉ.વ.૬૦) ૧૫/૧૧ના બપોરે ત્રણેક વાગ્યે ગામના પાદરમાં ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે બે ખુંટીયા બાખડતાં હોઇ તેની નજીકથી પસાર થતાં તેની હેડફેટે ચડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અહિ ભાઇબીજની રાતે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી ધોરાજી પોલીસને જાણ કરી હતી.

(10:39 am IST)