Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

મોરબીના આંદરણા નજીક કારની ઠોકરે રીક્ષામાં સવાર ચારને ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૯:  આંદરણા ગામ નજીકથી પસાર થતી રીક્ષા સાથે કાર અથડાઈ હતી જે અકસ્માતમાં રીક્ષામાં સવાર ચારને ઈજા પહોંચી હતી.

મોરબીના લાતીપ્લોટમાં રહેતા મુસાભાઈ રહીમભાઈ જામ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના સંબંધી મહમદભાઈ ભટ્ટીની રીક્ષા જીજે ૩૬ યુ ૪૮૬૫ માં તેઓ મોરબી હળવદ હાઈવે પર આંદરણા ગામ નજીકથી જતા હોય ત્યારે સ્વીફ્ટ કાર જીજે ૧૨ બીએફ ૬૦૪૩ ના ચાલકે કાર સામેથી ભટકાડી હતી જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ મુસાભાઈ જામ તેમજ જુબેર, રાયબભાઈ અને મહમદભાઈને ઈજા પહોંચી હતી તો કાર ચાલક સ્થળ પર વાહન મૂકી નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)