Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વડિયામાં ભાજપ દ્વારા કોંગ્રેસ સામે પ્રહારો

વડિયાઃ વડિયાની પટેલ વાડી સ્થિત આવેલા મોટા ઓપન હોલમાં વડિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર વિપુલ રાંક અને તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમા ભાજપ દ્વારા ચૂંટણી સભા દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જેમા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી મહેશ કાસવાલા, બાવકુભાઇ ઉંધાડ, કૌશિક વેકરીયા દ્વારા સભા ગજવવામા આવી હતી. આ સભામાં પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા કોંગ્રેસ વિરોધ પક્ષમાં પણ નિષ્ફળ ગઈ હોય હવે ભ્રસ્ટાચારીઓને નહિ વિકાસ કરનારી પાર્ટીને મત આપવા અપીલ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા જિલ્લામાં સર્વત્ર કેસરિયો માહોલ છવાયો છે ત્યારે અમરેલી જિલ્લાના મજબૂત બનાવવાના વડિયાના કમલના ફૂલને પણ અમરેલી મોકલવા અપીલ કરાઈ હતી. આ ચૂંટણી સભામાં ગુજરાત ભાજપના મંત્રી મહેશ કાસવાલા,જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, તાલુકા ભાજપ મંત્રી શૈલેષ ઠુંમ્મર,વડિયા તેમજ આસપાસ ના ગામના સરપંચો જિલ્લા પંચાયત ના ઉમેદવાર વિપુલ રાંક, તાલુકા પંચાયત ના ઉમેદવારો અને મોટી સંખ્યા મા જનમેદની હાજર રહી હતી.(તસ્વીર-અહેવાલઃ ભીખુભાઇ વોરાઃ વડીયા)

(11:32 am IST)