Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

હવે રાતના પણ ઠંડક ઓછી પડી

ધીરેધીરે પાસે સતત ઉંચો જતા ગરમી વધી રહી છે

રાજકોટ તા. ર૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે ઠંડક ઓછી થવા મંડી છે અને લઘુતમ તાપમાનનો પારોસતત ઉંચે આવતા ઠંડીના બદલે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

તા. ર૭ ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષેપની અસરો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે. બરફવર્ષાના લીધે રાજયમાં સવારના સમયે ઠંડા પવનો પણ ફૂંકાઇ શકે છે. ર૧ ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન વધશે, જે રપ ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન વધશે, જે રપ ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘણો વધારો થવાની શકયતાઓ છે. રાજયના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીથી પણ વધુ જવાની શકયતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

૪ માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને વિદર્ભના ભાગોમાં ૪૦ ડિગ્રી સુધી પારો જશે. સુરત, પંચમહાલ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં મહત્તમ તાપમાન ઉંચકાશે. અમદાવાદના ભાગોમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને પાર જવાની શકયતાઓ છે. વારંવાર પશ્ચિમી વિક્ષેપની શૃખંલાથી રાજયના હવામાનમાં પણ ઉતાર-ચડાવ, વાદળવાયું અને હવામાન કથળી જાજાવની પણ શકયતાઓ રહેશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)  જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩ર ડિગ્રી લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી, ભેજ ૬૯ ટકા અને પવનની ઝડપ ૬.૩ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(12:40 pm IST)