Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

જામનગર ના SP શ્વેતા શ્રીમાળી ની અચાનક બદલી : જામનગરના નવા SP તરીકે દીપેન ભદ્ર

જામનગર : તાજેતરમાં જામનગર SP તરીકે નિમાયેલા શ્રીમતી શ્વેતા શ્રીમાળીની  બદલી અચાનક એસ આર પી ગ્રુપ ૧૭માં કરી દેવામાં આવી છે.
          શ્રી શ્વેતા શ્રીમાળી ની બદલીથી ખાલી પડેલ જામનગર SP ની જગ્યા પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર શ્રી દીપેન ભદ્રને મુકવામાં આવ્યા છે.
         એસ આર પી ગ્રુપ ૧૭ના શ્રી મનોજ નિનામાં ને ગ્રુપ ૧૭ થી ગ્રુપ ૧૮ એસ આર પી માં બદલી પામતા ગ્રુપ ૧૭ની ખાલી જગ્યા એ શ્રી શ્વેતા શ્રીમાળી ને બદલ્યાનું ટોચના સૂત્રો જણાવે છે.
        વિવિધ ચર્ચાઓ વચ્ચે એક ચર્ચા એવી છે કે શ્રીમતી શ્વેતા શ્રીમાળી લાંબો સમય રજા પર જવાના હોવાથી જામનગર જેવા મહત્વના શહેરની જગ્યા ખાલી ના રહે તે માટે આ બદલી કરવામાં આવી છે. જોકે રાજકીય વર્તુળમાં વિવિધ બાબતો ચર્ચાય છે.

(10:27 am IST)