Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કચ્છ-મુંબઈને રેલવે સેવાનો મંગળવારથી પ્રારંભ થશે : સયાજીનગરી એક્સપ્રેસનોદૈનિક દોડાવાશે

ભુજ : કોરોના કાળ વચ્ચે છેલ્લા પાંચેક મહિનાથી કચ્છ-મુંબઈ વચ્ચેનો રેલવે યાતાયાત બંધ થયા બાદ આગામી 22મી સપ્ટેમબરે મંગળવારથી સયાજીનગરી એક્સપ્રેસનો મગલમયી પ્રારંભ થઈ રહ્યો છે. કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણને કારણે દેશભરમાં રેલવે સુવિધાને અસર પહોંચી હતી. જેમા કચ્છથી મુંબઈને જોડતી તમામ ટ્રેનો પર બ્રેક લાગી ગઈ હતી. જો કે અનલોકની સ્થિતિમાં હાલમાં સરકાર દ્વારા 86 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. તેમાં પણ કચ્છ-મુંબઈને જોડતી ટ્રેનનો સમાવેશ કરાયો હતો. તેથી સંસ્થાના અથાક પ્રયાસોથી 22 સપ્ટેમબરથી સયજીનગરી એક્સપ્રેસ દૈનિક દોડાવવામાં આવશે. ટ્રેનના ટિકિટના દર તત્કાલના પ્રમાણે વસૂલવામાં આવશે. વધુમાં કચ્છ પ્રાવસી સંઘના નિલેશ શાહે ઉમેર્યુ હતુ કે, આવતીકાલથી સંભવત ટિકિટ બુકિંગ શરૂ થઈ શકે છે.

(11:47 pm IST)