Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ધોરાજી પોલીસે ઘરફોડ ચોરીના નાસતા ફરતા 2 આરોપીને ઝડપી લીધા

કિશોરભાઈ રાઠોડ, ધોરાજી : રાજકોટ જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા તેમજ જેતપુરના ડીવાયએસપી ની સૂચનાથી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા વિગેરે પોલીસ સ્ટાફ સાથે ચોક્કસ બાતમીને આધારે ipc કલમ ૪૫૪. ૪૫૭. ૩૮૦ ના કામે નાસતો ફરતો આરોપી રફીક અબુકર બુખારી જાતે સૈયદ ઉંમર વર્ષ 28 ધંધો મજૂરી રહે મોચી બજાર નાળિયેરી મસ્જિદ પાસે ધોરાજી તેમજ સીદિક મકસુદભાઈ વાઘરીયા જાતે મેમણ ધંધો મજૂરી ચિસ્તીયા કોલોની ધોરાજી વાળાને ગોડાઉનમાંથી પાન ના પેકેટ રૂપિયા ૬૦ હજારની ચોરી થયેલ હોય જે અંગે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ધોરાજીના નારીયેલી મસ્જિદ પાસે રહેતા રફીક બુખારી રહેણાક મકાનમાં તેનો મિત્ર સીદીક મકસુદ વાધરીયા સાથે ગેરકાયદેસર બાચકા  બનાવી હેરાફેરી કરતા હોવાની હકીકત મળતા  તે જગ્યાએ જઈ જોતા બાચકાઓમાં બીડી તમાકુ ના પેકેટ હોય બીડી તમાકુ ના પેકેટ ની કુલ કિંમત 58480 નો મુદ્દામાલ રિકવર કરી ગુનો ડિટેક્ટ કર્યો હતો

ઉપરોક્ત બંને આરોપીને ઝડપવા મા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા એસ આઇ એસ ભીમભાઈ ગંભીર ચંદ્રસિંહ વસૈયા અનિરુદ્ધ સિંહ ઝાલા સહદેવસિંહ રણજીતસિંહ ચૌહાણ પ્રદિપસિંહ મહિપત સિંહ ચુડાસમા વિગેરે રોકાયા હતા.

(4:18 pm IST)