Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

મોરબી પોલીસબેડામાં ફફળાટ : પીઆઈ બી જી સરવૈયા સહિત 4 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : એક ડોક્ટરનું મોત : કોરોના વોરિયર્સ માં કોરોના પ્રસરતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ

મોરબી : શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેમાં આજદીન સુધીમાં કુલ ૪૮૦૦૦ સેમ્પલ લેવાયા છે. આમાથી ૧૪૬૪ કેસ પોઝિટિવ આવેલા, જે પૈકીના ૧૧૨૯ કેસ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે ૨૬૨ કેસ હાલ એક્ટિવ છે. તો બીજી બાજુ ૪૧ બીમાર વ્યક્તિઓને કોરોના થતાં મોત થયા છે, જ્યારે ૧૬ ના ફક્ત કોરોનાના લીધે જ મોત થયા છે તેમ જાણવા મળે છે.

મોરબીમાં પ્રજાની સાથે સાથે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેમાં મોરબીના વધુ એક પીઆઈ અને ત્રણ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયા કોરોનાથી સંક્રમિત થયા છે તો મોરબી બી ડીવીઝન પોલીસમથકમાં ફરજ બજાવતા કીર્તિરાજસિંહ બહાદુરસિંહ જાડેજા ,એ ડિવિઝન માં ફરજ બજાવતાં હમીરભાઈ ગોહિલ અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વીનેશ ખરાડીને કોરોના પોઝિટિવ આવ્યો છે.

તો બીજી બાજુ માળીયા મિયાણામાં ફરજ બજાવતાં જ્યપાલસિંહ ઝાલા સહિતના બે પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. લોકોના સંપર્કમાં સૌથી વધુ પોલીસ આવે છે જેના લીધે સૌથી વધુ સંક્રમણ પણ પોલીસમાં ફેલાય છે ત્યારે કોરોના હવે કોરોના વોરિયર્સ પર હાવી થઈ ચૂક્યો છે.

જે લોકોના જાન માલનું રક્ષણ કરે ત એટલું જ નહીં થોડા દિવસ પેલા લાલપર પીએચસી સેન્ટરના ડોકટર જગદીશ કેલાને કોરોના પોઝિટિવ આવતા વોકહાર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

(7:10 pm IST)