Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ભરૂચ શીતલ સર્કલ પાસે માસ્કની ઝૂંબેશ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ યુવક પાસેથી 14 મોબાઈલ મળી આવ્યા

સી ડીવીઝન પોલીસે ચોરીની શંકા એ તાપસ હાથ ધરી

ભરૂચમાં  પોલીસની માસ્કની ચેકીંગ દરમિયાન એક યુવક પાસેની બેગ ચેક કરતા 14 મોબાઇલ મળી આવતા કબ્જે લઈ તાપસ હાથ ધરી છે.

ભરૂચ શહેરના શીતલ સર્કલ ઉપર સી ડીવીઝન પોલીસનો સ્ટાફ  માસ્ક તેમજ ટ્રાફિકના નિયમની અમલવારી માટે ફરજ ઉપર હતો. દરમિયાન ત્રણ યુવાનોની હિલચાલ શંકાસ્પદ લાગતાં તેમને અટકાવી બેગની તલાશી લેતાં તેમાંથી 14 મોબાઇલ ફોન મળી આવ્યાં હતાં. આ તમામ ફોન ચોરીના હોવાનું માનવામાં આવી રહયું છે.

ભરૂચ જીલ્લા પોલીસ આધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી વાઘેલા નાના માર્ગદર્શન મુજબ પીઆઇ ડી . પી. ઉનડકટ સર્વેલન્સ સ્ટાફ સાથે શીતલ સર્કલ ખાતે વાહન ચેકીંગની સઘન કામગીરી હાથ ધરી હતી.

દરમ્યાન 3 યુવાન  શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા તેમને રોકી તપાસ કરતા તેમની પાસે ની બેગ માથી અલગ – અલગ કંપનીના મોબાઇલ 14 મોબાઇલ કિ.રૂ 1.38 લાખના મળી આવ્યા હતા. તમામ મોબાઇલો ચોરી છળ – કપટથી લાવેલ હોવાનું જણાઇ આવતા C.R.P.C કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરાયા હતાં. ડી મુજબ પકડાયેલ આરોપી વસીમ હનીફભાઈ શેખ, આસીફ ઉર્ફે અસફાક અસરફ શાહ અને બિલાલ અબ્દુલ રસીદભાઈ સૈયદનો સમાવેશ થાય છે.

(7:19 pm IST)