Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યોછે ભારે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને દિવસભરના બફારામાં લોકોના રાહત મળી હતી 

(9:17 pm IST)
  • ડીઝલનાં ભાવમાં આજે સાતમા દિવસે પણ ઘટાડો: પેટ્રોલના ભાવ બે દિ'થી સ્થિર : ડીઝલનાં ભાવમાં ગઇ કાલે પ્રતિ એક લિટરે 22 પૈસાનાં ઘટાડા બાદ આજે ફરી 25 પૈસાનો ઘટાડો થયો છે. ઓઇલ કંપનીઓ દ્વારા છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહયો છે. જો કે છેલ્લા બે દિવસથી માત્ર ડીઝલનાં ભાવમાંજ ઘટાડો થયો છે. પેટ્રોલના ભાવ યથાવત છે. (વિજય વસાણી, આટકોટ) access_time 2:34 pm IST

  • ભારે ધમાલ વચ્ચે કૃષિ બિલ પસાર : વિપક્ષના ભારે વિરોધ અને જબબર ધાંધલ ધમાલ વચ્ચે રાજ્યસભામાં મોદી સરકારે રજૂ કરેલઆ ત્રણેય કૃષી બિલ પાસ થયા છે. લોકસભા દ્વારા આ પહેલા જ આ ખરડાઓને મંજૂરી મળી ચૂકી છે. વિપક્ષો દ્વારા બિલની કોપી ફાડવાની ઘટના પણ સર્જાયેલ. રુલ બુક ઉછાળી. માઇક તોડ્યા. બિલ વોઇસ વોટથી પાસ થયું છે. વિપક્ષોએ માર્શલ સાથે પણ માથાકૂટ કરી હતી. access_time 3:36 pm IST

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ: દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત મોટી ઉંમરના દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ શરૂ : કોરોના વાયરસની ગંભીરતા જોતા મોટી ઉંમરના વયસ્ક દર્દીઓના સ્વાસ્થયની દરકાર કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. access_time 2:26 pm IST