Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વિંછીયા-૧, મોટી પાનેલી પોણો, ભાવનગરમાં અડધો ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મીશ્ર વાતાવરણનો માહોલ યથાવત

રાજકોટ તા. ર૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી જાય છે. ગઇકાલ રાત્રીથી આજે સવાર સુધીમાં રાજકોટ જીલ્લાના વિંછીયામાં એક ઇંચ, ઉપલેટાના મોટી પાનેલીમાં પોણો ઇંચ અને ભાવનગરમાં અડકો ઇંચ વરસાદ વરસ્યો હતો.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયામાં ગત રાત્રીના ધોધમાર અંદાજે એકાદ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ સાથે તાલુકાનાં મોટા માત્રા, નાના માત્રા, સમઢીયાળા, ઓરી સહિતના ગામોમાં આ વરસાદ પડી ગયાનું જણાવાય છે. જોકે હજુ વિંછીયાના નદી, નાળા, તળાવ, ચેકડેમો ખાલી ખખ્મ છે. જાણકારોના જણાવ્યા અનુસાર હજુ પૂર-મેહની તાતી જરૂરત છે. મેઘ મહારાજા અનરાધાર વરસે તેમ પ્રજા ઇચ્છી રહી છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સવારથી જ તડકો હતો ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે બપોરે અઢી વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ મોટા છાંયા સાથે ખાબકયો હતો જે માત્ર પંદર જ મિનિટ રહ્યો પરંતુ પંદર મિનિટમાં પોણો ઇંચ વરસાદ પડી જતા બજારોમાં પાણી ભરાઇ ગયા હતા રોડ રસ્તા ઉપર પાણી પાણી નજર આવતું હતું હજુ પણ ગરમી અને અસહ્ય ઉકળાટ હોય વરસાદ આવવાની સંભાવના લોકો જતાવી રહ્યા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેરમાં ગઇકાલે અડધો ઇંચ વરસાદ પડયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર આજનું હવામાન ૩૩ મહતમ રપ.૬ લઘુતમ ૮૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

આમરણ

(મહેશ પંડયા દ્વારા) આમરણ ચોવીસી પંથકમાં બપોરે અડધાથી ૩ ઇંચ વરસાદ વરસી ગયો હતો. આમરણ, બેલા, ઉટબેટશામપર ગામોમાં અડધો ઇંચ પાણી પડયું હતું. જયારે ફડસર-ઝિન્ડુડા ગામે ગાજવીજ સાથે દોઢ કલાકમાં ૩ ઇંચ ધોધમાર વરસાદ પડયો હતો મેઘરાજા હવે ખૌચા કરે તેવી પ્રાર્થના જગતાત કરી રહ્યો છે. કોયલી પાસેનો ડેમી-૩ ડેમ હાલ ૧૮.પ ફુટની સપાટીએ ભરેલો છે ડેમ પર ના ફરજ પરના ડે એન્જિ. જેજે. રાચ્છનાજણાવ્યા મુજબ ડેમ ઓવરફલો થવામાં દોઢેક ફુટનું છેટુ હોવાનું જણાવ્યું હતું. ઉપરવાસ વરસાદ નહિં હોવાથી હાલ ડેમના પાણીના સપાટી સ્થિત છે.

(12:02 pm IST)