Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઉપલેટાના સિંધી પરિવારને ધમકી આપવાના ગુનામાં આરોપીને વચગાળાની રાહત અપાઇ

ઉપલેટા, તા. ર૦ : ઉપલેટાના સિંધી પરિવાર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બંધિયાના માજી સરપંચ સહિત બે આરોપીની ધરપકડ સામે વચગાળાની રાહત આપતી સેસન્સ કોર્ટ

બનાવની ટૂક હકીકત મુજબ રાજકોટ ના રાજા મોબાઈલ હબ શોપ માં કામ કરતાં મયુરભાઈ કિશોરભાઈ હોતચંદાણી તા. ૧૧/૦૮/૨૦૨૧ ના રોજ પોતાના બંને મોબાઈલ સ્વિચ ઓફ કરી ધંધાના લાખો રૂપિયાની રકમ લઈને ચાલ્યા ગયા હતા અને મયુરભાઈને સંપર્ક ન થતાં મોબાઈલ શોપ ના માલિક રાજુભાઇ કેશવાણી તેમજ મોબાઈલ શોપ ના વેપારી નિલેષભાઈ સોલંકી કે જેને મયુર પાસેથી રૂપિયા લેવાના હોય બંને જણા પોતાના ધંધાને લગતી રકમ માટે મયુર કિશોરભાઇ હોતચંદાણી ના પિતા શ્રી ને સંપર્ક કરતાં મયુર ઉપલેટા આવેલ છે એવી જાણ થતાં બંને વેપારી તેમજ અન્ય ૨ ઉપલેટના સિંધી સમાજના આગેવાનો સાથે મયુરના ઘરે જય સમજાવાનો તેમજ વેપારીઓની ઉઘરાણી ની રકમ ક્યાં વાપરી નાખેલ છે તેવી વાત કરવા ઉપલેટા મયુરના ઘરે ગયેલ હતા પરંતુ મયુર હાજર ન હોવાથી તેના માતૃશ્રી અને પિતા દ્વારા ઉડાવ જવાબ આપીને મયુર ક્યાં છે એ અમને ખબર નથી તેવું કહેતા આ બધા ત્યાથી  નીકળી ગયેલ હતા.પરંતુ તા.૦૪/૦૯/૨૦૨૧ ના રોજ મયુર કિશોરભાઇ હોતચંદાણી માતા ની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસ એ રાજકોટ ના રાજુભાઇ ચંદુભાઈ કેશવાણી, નિલેષભાઈ તખુભાઇ સોલંકી  તેમજ ઓમદેવસિંહ ઈદ્રજીતસિંહ વાઘેલા બંધિયા વાળાએ ઘરે આવી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણેય આરોપી વિરુધ્ ગુનો નોંધી ત્રણેય આરોપીની શોધખોળ કરવામાં આવેલ હતી.આરોપીના વકીલ દ્વારા ધોરાજી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી. નામદાર કોર્ટ માં આરોપીના વકીલ દ્વ્રારા રજૂઆત કરવામાં આવેલી હતી કે ત્રણેય આરોપી સામે ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે ફરિયાદીના દીકરા લાખો રૂપિયાની રકમ લઈને ભાગી ગયેલ હોય જે સબંધની અરજી પણ રાજકોટ પ્ર નગર પોલીસ સ્ટેશન માં કરવામાં આવેલ છે. ફરીયાદીને તેના દીકરાના પૈસા પરત ન આપવા પડે એ માટે ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવેલ છે તેમજ ફરિયાદીને કોઈ જ ધાકધમકી આપવામાં આવેલ નથી તેવી વિગત વાર રજૂઆત કરતાં નામદાર સેસન્સ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ સામે વચગાળાની રાહત આપવામાં આવેલ છે અને તપાસ કરનાર અધિકારીને સાથસહકાર આપવો તેવો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં  આરોપીના વકીલ તરીકે વિજયરાજસિંહ અને સુધીરસિંહ. જાડેજા રોકાયેલા હતા.

(12:03 pm IST)