Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

૯૫.૭૮% રીકવરી રેટ સાથે ગોહિલવાડ રાજયમાં અગ્રીમઃ વધુ-૬ કેસઃ મોરબીમાં ૧૩ દર્દી

ભાવનગર જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ૧ લાખ ૯૪ હજાર ૩૬૩ ટેસ્ટ કરાયાઃ મોરબીમાં ૧૭ ડીસ્ચાર્જ

રાજકોટ, તા.૨૦: કોરોના સંક્રમણ યથાવત રહ્યું છે જો કે મૃત્યુઆંક ઘટયો છે પરંતુ કેસો તો દરરોજ વધી રહ્યા છે.

ભાવનગરમાં ૧૦૭ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરઃ જિલ્લામા વધુ ૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૬૦૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૪ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૫ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા પાલીતાણા ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ અને તાલુકાઓના ૩ એમ કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૬૦૫ કેસ પૈકી હાલ ૧૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૪૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ જેને મહામારી દ્યોષિત કરી છે તેવા કોરોનાના કપરા સમયમાથી હાલ સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યુ છે. કોરોના સામેનો જંગ જીતવા સરકાર, તંત્ર, સ્વૈચ્છિક સંસથાઓ તેમજ જન સમુદાય રાત દિવસ ખભે ખભા મિલાવી તનતોડ મહેનત કરે છે ત્યારે ભાવનગરમા પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતુ અટકે તે દિશામા છેલ્લા સાડા છ માસથી સમગ્ર વહીવટી તંત્ર પણ કોરોના મહામારીને નાથવા દિનરાત કામગીરી શરૂ છે. ત્યારે આ રોગચાળો વધતો અટકાવવા માટે માસ્ક પહેરવુ, સેનીટાઇઝરનો નિયમીત ઉપયોગ કરવો તથા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ એ ત્રણ બાબતો હાલના સમયે ખુબ જ જરૂરી છે. સાથો સાથ કોરોનાનું તાત્કાલીક નીદાન થાય તે માટે કોરોના ટેસ્ટીંગ પણ એટલુ જ જરૂરી છે. જેના થકી કોરોના સંક્રમીત વ્યકિત તાત્કાલીક આઇસોલેટ થઇ શકે અને તેના નજીકના કુટુંબીજનો, સગાસંબંધી કે મીત્રોને કોરોનાથી સંક્રમીત થતા અટકાવી શકાય. આ માટે જીલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખા દ્રારા સમગ્ર ભાવનગર જિલ્લામા ધનિષ્ટ સેમ્પલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા એપ્રિલ માસથી આજદીન સુધીમાં કોરોનાના કુલ-૧,૯૪,૩૬૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી આર.ટી.પી.સી.આર. ૩૧,૩૧૦ સેમ્પલ તથા રેપીડ એન્ટીજનના ૧,૬૩,૦૫૩ સેમ્પલ લેવામાં આવેલ છે.

વધુમાં જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા તથા જીલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ ગત મહિનાથી જિલ્લાની મામલતદાર કચેરીઓના એ.ટી.વી.ટી. સેન્ટરો તથા જાહેર સ્થળોએ ઉભા કરાયેલ કુલ ૨૧ જેટલા સ્વૈચ્છીક કોરોના ટેસ્ટીંગ સેન્ટરો ખાતે રેપીડ એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામા આવી છે તેમજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર શ્રી એમ.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ ૬૦ વર્ષથી ઉપરના વડીલો, ૧૦ વર્ષથી નિચેના બાળકો, મહિલાઓ તેમજ દિવ્યાંગજનો માટે ટેસ્ટ ઓન કોલ જેવી રાજયની એકમાત્ર અને આગવી પહેલ શરૂ કરાઇ છે. જેના થકી ભાવનગર જિલ્લામા કોરોનાને કાબુમાં લેવામાં મહદઅંશે સફળતા મળી છે. હાલ ભાવનગર જિલ્લામા નોંધાયેલા ૪,૫૯૯ કેસો પૈકી માત્ર ૧૧૯ દર્દીઓ જ હાલ સારવાર હેઠળ છે અને ભાવનગર જિલ્લાનો રીકવરી રેટ પણ અંદાજે ૯૫.૭૮ ટકા સાથે સમગ્ર રાજયમા ટોચ પર છે. જિલ્લામા કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા તેમજ કોરોનાને સદંતર નાબુદ કરવા લોકો વધુમાં વધુ ટેસ્ટ કરાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

મોરબીઃ જીલ્લામાં કોરોના કેસો સતત ઘટી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું છે કોરોનાના માત્ર ૧૩ કેસ નોંધાયા હોય જયારે ૧૭ દર્દીઓ રીકવર કરી ચુકયા હોય તેવી માહિતી આરોગ્ય વિભાગે આપી છે

મોરબી

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૮ કેસમાં ૦૨ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૪ કેસમાં ૦૧ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં તેમજ ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૩ કેસ નોંધાયા છે તો આજે વધુ ૧૭ દર્દીઓ સ્વસ્થ થયા હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.

નવા ૧૩ કેસો સાથે કુલ કેસનો આંક ૨૦૪૯ થયો છે જેમાં ૧૭૬ એકટીવ કેસ છે જયારે અત્યાર સુધીમાં ૧૭૫૭ દર્દીઓ સ્વસ્થ થયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવે છે.

કચ્છમાં ૨૧ દર્દીઓ સાથે કોરોનાના એકિટવ કેસ ઘટીને ૨૮૩

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: કચ્છમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય એવું આંકડાકીય માહિતી પરથી દેખાઈ રહ્યું છે. નવા ૨૧ કેસ સાથે કોરોનાના એકિટવ દર્દીઓ ઘટીને ૨૮૩ થયા છે. કુલ દર્દીઓ ૨૧૬૫ થયા છે. સાજા થનાર દર્દીઓ ૨૧૬૨ છે. તો, સરકારી ચોપડે ૭૦ મોત અને બિનસતાવાર ૧૨૦ મોત હોવાની આશંકા છે.

(11:36 am IST)