Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સાવરકુંડલાઃ મા વાત્સલ્ય કાર્ડ મુદ્દે મુખ્યમંત્રી જનતાને વિશ્વાસ આપેઃ ગ્યાસુદીન શેખ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૨૦: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદીન શેખએ મા વાત્સલ્ય કાર્ડ મુદ્દે રજુઆત કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા લોકોમાં ફેલાયેલ ચિંતા અને ગેરસમજને લઇ સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું હતું કે રાજય સરકાર દ્વારા અમલી મા અમૃતમ કાર્ડ યોજના બંધ નહી થાય.આરોગ્ય કમિશનર દ્વારા તમામ હોસ્પીટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સુચના આપી દેવાઇ છે તેમજ મંજુરી મેળવવામાં પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી નાગરીકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા લોકોમાં ફેલાયેલ ચિંતા અને ગેરસમજને લઇ સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું હતુ કે રાજય સરકાર દ્વારા અમલી મા અમૃતમ કાર્ડ યોજના બંધ નહી થાય. આરોગ્ય કમિશનર દ્વારા તમામ હોસ્પીટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સુચના આપી દેવાઇ છે તેમજ મંજુરી મેળવવામાં પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી નાગરીકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.

આરોગ્ય કમિશનરની જાહેરાત છતા પણ આજ રોજ શનિવાર તા.૧૭-૧૦-ર૦ર૦ના દિવસે પણ મા વાત્સલ્ય યોજનાનો લાભ મળી રહયો નથી અને આયુષમાન કાર્ડ કઢાવવા માટે હોસ્પીટલો દ્વારા દર્દીઓના સગાઓને કહેવામાં આવી રહયું છે.

જનપ્રતિનિધિ તરીકે મારી માંગણી છે કે મા વાત્સલ્ય કાર્ડ બાબતે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી પોતે જાહેરાત કરે કે આ યોજના બંધ થઇ નથી અને બંધ થવાની પણ નથી અને ગરીબ દર્દીઓને તેનો લાભ મળતો રહેશે આ બાબતે લોકોને વિશ્વાસ આપે તેવી માંગણી ધારાસભ્ય ગ્યાસુદીન શેખે કરી છે.

(12:55 pm IST)