Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રાજુલા પંથકના ર યુવકોના તળાવમાં ડૂબી જતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૦ : ખાંભલીયા ગામના આહિર યુવાન અને રાજુલામાં દલિત સમાજના યુવાનનું તળાવમાં ડૂબી જતા રાજુલા તાલુકાના ખાંભલીયા ગામના આહીર યુવાને એવા લાલાભાઇ દડુભાઇ આહિર ઉ. રપ ગઇકાલે લીલાપીરના ડુંગરા નજીકથી તળાવમાં ભેંસ ડુબી જતા તળાવમાં કાઢવા જતા પાણીના ગરકાવમાં ગારામાં ખુટી જતા લાલાભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે બીજી તરફ રાજુલામાં તળાવમાં વિનોદકુમાર રાણાભાઇ પરમાર ઉ.વ. રપ રહેવાસી વણકરવાસ રાજુલામાં આવેલ આ તળાવ અગમ્ય કારણોસર ડુબી જતા તેની મોડી સાંજના ડેડબોડી તળાવમાંથી મળી આવી હતી. વિનોદકુમાર રાણાભાઇ પરમારના ગયા વર્ષે સોતરા ગામે લગ્ન થયા હતાં ગમે તે કારણે આજે તળાવ નજીક મોટર સાયકલ પડી હતી ત્યાર બાદ શંકાને આધારે તળાવમાં તપાસ કરતા તેની ડેડ બોડી મળી આવી હતી.

વિજ શોકથી મોત

બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા સીમમાં મનસુખભાઇ લવાભાઇ કયાડા ઉ.વ. પર, પોતાની વાડીએ પાણીની મોટર શરૂ કરવા સ્ટાર્ટર ચાલુ કરવા જતાં તેમને ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત નિપજયાનું ભત્રીજા વિપુલભાઇ કયાડાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

દેશી પીસ્ટલ સાથે ઝડપાયો

રાજુલા તાલુકાના ધારાના નેસ ગામે સ્મશાન પાસેથી મેરૂ આલકુ કોટીલા, કાદર ઉંમર જાખરાને અમરેલી એસ.ઓ.જી.ના લોકરક્ષક હરપાલસિંહ ગોહિલે લાયસન્સ વગરની દેશી પીસ્ટલ રૂ. ર૦,૦૦૦ સાથે ઝડપી પાડયા હતાં. તેમણે ભમ્મર ગામના વિનુ ભીમા ખીમસુરીયા પાસેથી પીસ્ટલ મેળવી હતી.

સગીરાને ભગાડી

લાઠી તાલુકાના જરખીયા ગામે રહેતી સગીરાને તેજ ગામના રાવત નાજા આલગોતરા લલચાવી ફોસલાવી ભગાડી ગયાની પિતાએ લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામ પાસે રોડ ઉપર બાવળના ઝાડની ડાળી પડેલ હોય તેના સાથે પુર ઝડપે અને બેફીકરાઇથી પલસર બાઇક જી.જે.૧૭-સી.એ.-૧૩૮૧ અથડાતા બાઇક ચાલક ચિરાગભાઇ જીતેન્દ્રભાઇ માધવાણીનું ગંભીર ઇજાઓ થતાં મોત નિપજયાનું પત્ની સોનલબેને સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

માર માર્યો

અમરેલી તાલુકાના રંગપુર ગામે વશરામભાઇ હમીરભાઇ ડાભી અને તેના પત્નિ વાડીએથી ઘરે આવતા હતાં ત્યારે રસ્તામાં પ્રેમજી આણંદ ડાભીએ જણાવેલ કે, તુ તારા દિકરાને ચડામણી કેમ કરે છે તેવું જણાવી પતિ-પત્નિ ગામમાં આવતા હતાં ત્યારે પ્રેમજી અને તેના પત્નિ શાંતાબેને વશરામભાઇ અને તેના પત્નિને ગાળો બોલી ઢીકાપાટુ, પાઇપ તેમજ લાકડી વડે માર માર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:58 pm IST)