Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કચ્છમાં 45 હજાર એકરમાં ખારેકનું વાવેતર :મલબખ ઉત્પાદનનો અંદાજ: 275 કરોડના કારોબારની ધારણા

કચ્છમાં 56761 હેક્ટર વિસ્તારમાં ફળો ઉગાડાયા : એકલા કચ્છમાં 10 લાખ અને આખા સૌરાષ્ટ્રમાં 10 લાખ ટન ફળ પાકે છે

કચ્છ: કચ્છમાં 18 હજાર હેક્ટર એટલે કે 45 હજાર એકરમાં ખારેકનું વાવેતર કરાયું છે. ત્યારે ખારેકનું વેચાણ કરતા વેપારીઓના અંદાજ મુજબ પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે અને કચ્છી મેવા તરીકે જાણીતી ખારેક આશરે સાડા ત્રણસો કરોડનો કારોબાર કરી આપશે.

ગુજરાત સરકારે 2019-20ના જાહેર કરેલાં આંકડાઓ મુજબ કચ્છમાં 56761 હેક્ટર વિસ્તારમાં ફળો ઉગાડવામાં આવ્યા છે તે રાજ્યના કોઈ પણ જિલ્લા કરતાં વધું છે.આ વર્ષે વાવેતર વધ્યું છે અને 10 લાખ ટન ઉત્પાદન થાય એવી ધારણા છે. આ બન્ને બાબતોમાં કચ્છ બીજા વિસ્તારો કરતાં આગળ નિકળી ગયો છે. કચ્છના ખેડૂતોએ મોટી સિદ્ધી મેળવી છે.

સૌથી મોટી વાત તો એ છે કે, આખા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ જેટલા ફળ પકવે છે એટલા ફળ એકલું કચ્છ પકવે છે. કચ્છમાં 10 લાખ અને આખા સૌરાષ્ટ્રમાં 10 લાખ ટન ફળ પાકે છે.

સામાન્ય રીતે ભરૂચ અને આણંદ કેળાના કારણે ગુજરાતમાં ફળો પકવવામાં આગળ રહેતાં હતા પણ હવે આ બન્ને જિલ્લાઓના ખેડૂતો પાછળ રહી ગયા છે. ભરૂચમાં 18450 હેક્ટરમાં 9.95 લાખ ટન ફળો પાક્યા છે. જ્યારે આણંદમાં 22889 હેક્ટરમાં 9.73 લાખ ટન ફળ પાડ્યા છે. આમ આ બન્ને જિલ્લાઓથી કચ્છ આગળ નિકળી ગયો છે.

(8:12 pm IST)