Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

મોરબી જિલ્લામાં શિક્ષકોને નિમણુંકપત્રો

મોરબી : મોરબી જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી તમામ ૨૦ જગ્યા માટે ઉમેદવારો દ્વારા શાળા પસંદ કરી દેવામાં આવેલ હોય જેથી આજે વી.સી. ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ઉમેદવારોને નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા ૨૦ પૈકી ૧૭ શિક્ષકો અસલ પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહયા હોય જે ૧૭ શિક્ષકોને અધિક કલેકટર કેતન જોષીના હસ્તે નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા જયારે બાકી શિક્ષક ગેરહાજર રહયા હોય જેનો બીજા રાઉન્ડમાં વારો લેવાશે તેવી માહિતી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી પાસેથી પ્રાપ્ત થઇ છે. નિમણુંકપત્રો અપાયા તે તસ્વીર.

(11:08 am IST)