Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

મોરબીના નવી ટીંબડી ગામના શખ્શે ફોનમાં બીભત્સ માંગણી કરી

 મોરબી,તા.૨૦ : નવી ટીંબડી ગામના શખ્શે મહિલાને ફોનમાં પજવણી કરીને વોટ્સએપ વિડીયો કોલ કરી તેમજ બીભત્સ ફોટા અને મેસેજ કરીને બીભત્સ માંગણીઓ કરી હોય જે બનાવ અંગે પોલીસે આઈટી એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે નવી ટીંબડી ગામે રહેતા મુકેશ છગન પરમાર નામના શખ્શે ગત તા. ૧૦-૧૧ થી ૧૨-૧૧ દરમિયાન તેની બહેનના મોબાઈલ નંબર પર અવારનવાર વોટ્સએપ વિડીયો કોલ કરી તેમજ અશ્લીલ અને બીભત્સ ફોટા અને વિડીયો અને વોઈસ રેકોર્ડીંગ વાળા ગંદી ગાળો બોલતા વોઈસ મેસેજ મોકલી અને મોબાઈલ ફોનમાં ફોન કરીને ફરિયાદીની બહેન પાસે બીભત્સ માંગણીઓ કરી હતી તાલુકા પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૮ ની કલમ ૬૭ (એ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

માળિયા કચ્છ હાઇવે પર કારની ઠોકરે બાઇક સવાર

 માળિયાના સોખડા ગામના રહેવાસી સામળાભાઈ રામભા ગઢવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે ગામના જયેશભાઈ હિન્દુભાઇ રાવા સાથે રાપર તાલુકાના કાનમેર ગામે સતીમાં મંદિરે દર્શન કરવા જતા હોય ત્યારે ફરિયાદીના મોટરસાયકલ જીજે ૦૩ ઇડી ૭૪૭૫ ને કચ્છ હાઈવે પર કાર જીજે ૨૩ એએન ૨૬૭૯ ના ચાલકે ઠોકર મારી હતી અને અકસ્માતમાં ફરિયાદી સામળાભાઈ અને જયેશભાઈને ઈજા પહોંચી છે

(11:37 am IST)