Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે અમાસે માનવ મહેરામણ ઉમટ્યો

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા.૧૭ : સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમે આજે અધિક પુરૂષોતમ માસ સમાપન -અમાસ હોવાથી વહેલી પરોઢથી સંધ્યાકાળ સુધી શ્રધ્ધાળુ બહેનોનો ભારે પ્રવાહ ઉમટ્યો હતો.

પવિત્ર ત્રિવેણી સ્નાન-દાન-ત્રિવેણી સંગમે ગૌરીમા પ્રતિમા વિર્સજન -કાંઠે પવિત્ર પુરૂષોતમ માસ કથા વાંચન -ધૂન -ભજન અને પૂજા પાઠ સાથે ભાવિકો ભકિતમય બન્યા હતા.

અધિક સૌરાષ્ટ્રભર-સ્થાનિક -આસપાસના ભાવિકોનો વિશાળ સમુદાય ભકિત પુણ્યપ્રાપ્તિ માટે ઉમટ્યા ત્રિવેણી સંગમે ભાવિકોની અવરજવરથી લોકો પુણ્યવાન બની ધન્યતા અનુભવી.

(11:52 am IST)