Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

હળવદમાં ગૌલેશ્વર મંદિરે વિવિધ મંડળ દ્વારા આંગી

હળવદઃ હળવદ ગૌલેશ્વર ગોપી મંડળ દ્વારા હળવદ દ્વારા મંદિરમાં પુરૂષોતમ માસના અંતિમ દિને, અમાસના દિવસે મંડળનું આયોજન કરવામાં આવેલ. આ મંડળમાં ઘઉં, ચોખા, તુવેરદાળ, ચણાની દાળ, મગની દાળ, અડદ, ચણા, ચોરા,વાલ, સામો, સાબુદાણા, સફેદ તલ, કાળા તલ, ચોરા, શિંગદાણા વગેરે સાતધાન સાત કઠોડ, વિવિધ ફ્રુટ, વિવિધ શાકભાજી, માતાજીનો વિવિધ શૃંગાર, બંગડી, વિંટી ચૂંક, ચુંદડી, સોનાની વસ્તુ  તેમજ વિવિધ વસ્ત્રો ગોપી મંડળ દ્વારા પાંચ કલાકની જહેમતથી યોજવામાં આવેલ. વેદો, ઉપનિષદોમાં આ વિવિધ મંડળો, ચતુષ્કોણ, ષટકોણપ સાથિયા રૂપે યોજવાનું મહત્વ છે. (તસ્વીરઃ હરીશ રબારી હળવદ)

(11:52 am IST)