Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

તળાજા શનિદેવ મંદિરે દર શનિવારે મારુતિ યજ્ઞઃ અમાસે શનિદેવ ખાસપૂજા,યજ્ઞ યોજાય છે

ભાવનગર, તા.૧૭: ભાવનગર જિલ્લાનાતળાજાની તળાજી નદી કાંઠે ગણપતિદાદા, હનુમાનજી મહારાજ, સાંઈબાબા, શનિદેવ, મામાદેવના એકીસાથે દર્શન થાય છે. આ દેવ સ્થાન દર શનિવારે હનુમાનજી મહારાજનો મારુતિ યજ્ઞ અને દર અમાસે સાંજથી શનિદેવ ની ખાસ પૂજા અને યજ્ઞ થાય છે.

મંદિરના પ્રમુખ ટ્રસ્ટી લાલજીભાઈ સરવૈયા એ જણાવ્યું હતું કે દાતાઓની સખાવત થી અહીં દર ગુરૂવારે સાંઈબાબા ની કઢી ખીચડી નો ભરપેટ ભોજન પ્રસાદ પીરસવામાં આવેછે.શનિવારે શનિદેવ નો ચણાનો પ્રસાદ આવતા તમામ ભકતોને ભરપેટ પીરસવામાં આવેછે. અહીં બેસીને ભરપેટ પ્રસાદ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

દર શનિવારે સવારે ૭.૩૦ એ મારુતિ યજ્ઞ આચાર્ય ચિંતનભાઈ ભટ્ટ સહિત બ્રાહ્મણ હનુમાનજી મહારાજ ના પૂજન સાથે કરાવેછે.

દર અમાસે સાંજે સાત વાગ્યે શનિદેવ નું વિશેષ પૂજન શરૂ કરવામાં આવે છે.જેમાં પંચામૃત,દૂધ,તેલ સહિત નો અભિષેક પણ થાય છે. પૂજન અભિષેક બાદ જે વ્યકિત પૂજન માં બેઠા હોયછે તેના હસ્તેજ શનિદેવ મહારાજ ને સ્નાન કરાવવામાં આવે છે. ફૂલ અને લિંબુનો હાર ચઢાવ્યા બાદ હવન રૂમમાં એકાદ કલાક વિવિધ દેવ દેવતા ઓના નામની આહુતિઓ સાથે શનિદેવ યજ્ઞ યોજાય છે. બાદમાં સમૂહ પ્રસાદ ભોજન પીરસાય છે.

મારુતિ યજ્ઞ, શનિદેવ પૂજા યજ્ઞનો દરેક ભકતજનો લાભ લઇ શકેછે. મહત્વની વાત એપણ છેકે અહીં પૂજન કે યજ્ઞમાં ભાગ લેવા માગતા કોઈપણ ભકત જન પાસે ધનરાશીની અપેક્ષા રાખવામાં આવતી નથી.

(11:58 am IST)