Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

જૂનાગઢમાં પોલીસ સ્ટાફ દ્વારા કોવિડ-૧૯ જનજાગૃતિ ઝુંબેશ માટે શપથ ગ્રહણ કર્યા

(વિનુ જોષી)જૂનાગઢ,તા. ૧૬:ભારત સરકાર દ્વારા કોવિડ ૧૯ની જાગૃતિ માટે જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનિરાઇઝર નો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ૬ ફૂટનું અંતર રાખે, તે બહુ જરૂરી છે. આ જન આંદોલન અભિયાન અંતર્ગત રાજયના દરેક જિલ્લામાં તા. ૧૫.૧૦.૨૦૨૦ ના રોજ શપથ પ્રતિજ્ઞા લેવા માટે સુચનાઓ આપવામાં આવેલ હતી. કોવિડ ૧૯ જન આંદોલન અભિયાન અંતર્ગત શપથ પ્રતિજ્ઞા લેવાના ભાગરૂપે ગઇ કાલે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતેં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, ટ્રાફિક પીએસઆઇ એ.બી.દેસાઈ, એએસઆઇ સંજયભાઈ ગઢવી, હે.કો. ઝવેરગીરી, હવાબેન, કમલેશભાઈ, મયુરભાઈ, દેવેન્દ્રસિંહ, અશોકભાઈ, કમાન્ડો સિદ્ઘરાજસિંહ, ડ્રાઇવર દલભાઈ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથે શપથ લેવામાં આવેલ હતા.

પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવેલ કે, હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર જણાવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પદ્ઘતિઓ અપનાવીશ અને યોગ વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ, તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ.ર્ં આ પ્રમાણે શપથ પ્રતિજ્ઞા તમામે લીધેલ હતી.

(12:43 pm IST)