Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મૂળ મહુવાની મુંબઇ રહેતી યુવતિને કૂવામાં નાખી દીધા બાદ લાશ બહાર કાઢી શેલણા ગામે ખેતરમાં દાટી દીધી

સાવરકુંડલા પંથકની હત્યાની ઘટનાનો પર્દાફાશ અમરેલી-મુંબઇ પોલીસનું સંયુકત ઓપરેશન : સુરત સ્થિત આશિષ ઉકાણીની કબૂલાતઃ પૈસા અને ગાડી માટે જૈન વણિક યુવતિ સાથે ઝઘડો કરેલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૭ : ફિલ્મસ્ટોરીને ટકકર મારી દે તેવા એક ઘાતકી હત્યાના બનાવનો પર્દાફાશ અમરેલી અનેમુંબઇ પોલીસના સંયુકત ઓપરેશનમાં થયો છે આ બનાવની પ્રાપ્ત થતી પ્રાથમીક વિગતો એવી બહાર આવી છે કે ગત તા.૧૬/૧૦/ર૦૧૯ ના રોજ સાવરકુંડલાના શેલણા ગામનો વતની અને સુરત રહેતો આશીષ ઘનશ્યામ ઉકાણીએ મુંબઇના બોરીવલીમાં રહેતી મુળ મહુવાની વતની એવી જૈન વણીક નિકીતા કિર્તિકુમાર દોશી (ઉ.૩૧) ને અમરેલી ગેસ્ટાઉસમાં અને ત્યાંથી તેના વતન શેલણા લઇ ગયો હતો  અને રાત્રે પૈસા અને ગાડી માટે ઝઘડો કરી કુવામાં નાખી દીધી હતી અને ત્યાર પછી તેને કુવામાથંી બહાર કાઢતા તે મૃત્યુ પામી હોય તેની લાશને બહાર લઇ જઇ ઉકાભાઇ કરમશીભાઇ ઉકાણીના ખેતરમાં ત્રણ.

ત્રણ ફુટ  ઉડો ખાડો કરી લાશને દાટી દીધી હતી અને તે ચાલ્યો ગયો હતો ગુમ થનાર નિકિતાના ભાઇએ મુંબઇ પોલીસમાં પોતાની બહેન ગુમ હોય તેની ફરીયાદ કરતા અમરેલીના એસપી નિર્લિપ્ત રાયનો મુંબઇના પોલીસ કમિશ્નરે સંપર્ક કરતા અમરેલી અને મુંબઇ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી વંડાના પીએસઆઇ ગીરીરાજસિંહ જાડેજા તથા મુંબઇ પોલીસની સંયુકત તપાસમાં આશિષે હત્યા કબુલી પોતે દાટેલી લાશની જગ્યા બતાવતા ખોદકામ કરાયું હતું અને તે જગ્યાએથી નિકિતાનું હડાપીંજર મળી આવ્યું હતું આજે મોડી સાંજ સુધી આ કાર્યવાહી ચાલુ રહી છે અને વધુ વિગતો મેળવાઇ રહી છે.

વિજશોકથી ગાયનું મોત

ડેડાણમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે શ્યામ મંદિર ગૌશાળાની ગાયને વિજશોક લાગતા મોત થયું હતું વાડીમાં વિજ વાયર તુટી પડતા બનેલ ઘટનાથી ગૌપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.

દેરડી ગામે મારામારી

લાઠી તાલુકાના જાનબાઇની દેરડી ગામે રહેતા ઘનજીભાઇ કુરજીભાઇ વણોદીયાના દિકરાની પત્ની અસ્મીતા તેના પતિ મનિષને છુટાછેડા આપ્યા વગર ઢસા રહેતા સંજય સુરેશ મીઠાપરા સાથે રહેતી હોય.તેના ત્રણેય સંતાનો સસરાના ઘરે હોય ત્યાં બાઇક લઇને લેવા આવા ના પાડેલ. જેથી સંજય અને અસ્મીતાએ ધારીયાવડે ધનજીભાઇ અને તેના પત્નિને મારમારી ઇજા કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પશુઓની હેરાફેરી

અમરેલી અને સાવરકુંડલામાં પશુઓની હેરાફેરી પોલીસે પકડી પાડી છે અમરેલી બાયપાસ રાધેશ્યામ ચોકડી પરથી એ.એસ.આઇ. ઘગવાનભાઇ ડવે રાત્રીના સમયે ઘાસચારા કે  પાણીની સગવડતા કર્યા વગર ક્રુરતા પૂર્વક દોરડા વડે બાંધ ટ્રક નંબર જી.જે.૦૮ ડબલ્યુ ૩૧૦૧, ટ્રક નં. જી.જે.૧૪ એકસ ૩૩૦૮ માં કુલ ૮ ભેંસ રૂ.ર,૭૦,૦૦૦ તેમજ ટ્રક નં. જી.જે.૦પ એ.ઝેડ, ૪૦૧૭ માં ૮ ભેંસ, રૂ. ૩,ર૦,૦૦૦ તેમજ પાડરૂ ૭ નંગ મળી ટ્રક અને પશુઓ મળી કુલ રૂ.ર૭,૯૭,૦૦૦ ના મુદામાલ સાથે ૩ શખ્સોને ઝડપી પાડયા હતા એજ રીતે અમરેલી સાવરકુંડલા મહુવા રોડ ઉપરથી ટાટપીકઅપ જી.જે. ૦૧ ડી.ટી.૦૦૯ર માં ગેરકાયદેસર પશુઓને ઘાસચારા કે પાણીની સગવડ કર્યા વગર, ક્રુરતા પૂર્વ ક બાંધી નીકળતા ઇમ્તીયાઝ રસુલ મેતર, અબ્દુલ બચુ મહીડાને પશુઓ અને ટેમ્પો મળી કુલ રૂ.૧,૩૧,૦૦૦ મુદામાલ સાથે પો.કોન્સ. ખોડુભાઇ કામળીયાએ ઝડપી પાડયા હતા.

(1:26 pm IST)