Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સુરતથી વીરપુર સાયકલથી સંઘનું આગમન

વિરપુર તા. ૨૧ : જયાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની આજ રોજ ૨૨૧મી જન્મ જયંતી છે. ગયા વર્ષે બાપાના અન્નક્ષેત્રને બસો વર્ષ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ચાલુ વર્ષે કોરોના મહામારી હોય પૂજય બાપની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવશે. દર વર્ષે બાપાની જન્મ જયંતી નિમિત્ત્।ે બાપામાં અતૂટ શ્રદ્ઘા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે.

જેમાં છેલ્લા ૧૨ વર્ષથી સુરતના ગભેણી ગામેથી સાયકલ લઈને આવતું કૃષ્ણ ગ્રૂપ આજે આવી પહોંચ્યો હતો. આ સંઘના મેહુલ કુમારે જણાવેલ કે તેઓ ૪૫ મિત્રો સાયકલ લઈને ચાર દિવસ પહેલા નીકળ્યા હતા. નીકળતા પૂર્વે તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવેલ અને સેનેટાઇઝર, માસ્ક સાથે લઈને તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાલન કરતા નીકળ્યા છીએ. આને વીરપુર પહોંચતા ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કરી નવું વર્ષ કોરોના મુકત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી.

(11:55 am IST)