Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સોમનાથ મંદિરને દિવાળીમાં રૂ. પપ લાખ ૭૪ હજારની આવક

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૧ :.. ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીના તહેવારો-રજાઓમાં ભાવિકો યાત્રિકો અને પ્રવાસીઓની ચહલપહલથી છલકાયાં.

સોમનાથ ટ્રસ્ટને દિવાળીના તા. ૧૩ થી ૧૯ નવેમ્બર દરમ્યાન દોઢ લાખ ભાવિકોએ દૂર -સુદુરથી આવી સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યું.

આ દિવસો દરમ્યાન ટ્રસ્ટને રૂપિયા પંચાવન લાખ ચુમોતેર હજાર એંસીની આવક ફકત સાત દિવસમાં થઇ થયેલી આ આવક વિગત નીચે મુજબ છે.

ગોલખ બોક્ષ    રૂ. ૮૧૪૩પ૮

પુજાવિધી               રૂ. ૭૮૪૮૪૭

પ્રસાદી                 રૂ. ૧૭૮૪૪૭પ

અન્ય વિવિધ વસ્તુઓ      રૂ. ૧૯૭૩૮૯

પાર્કીંગ                રૂ. પર૮૦૦૦

અતિથી ગૃહોની આવક   રૂ.૧૪૬પ૦૧૧

કુલ આવક      રૂ.પપ,૭૪,૦૮૦

આ વરસે કોરોના મહામારીની અસર મંદિરના આર્થિક તંત્રને અસરકારકતા રહી.

વર્ષ ર૦૧૯ માં આ જ દિવાળીના તહેવારોમાં મંદિરને રૂપિયા ૯૩ લાખ ર૦ હજાર આવક થઇ હતી તો વર્ષ ર૦૧૮ માં ૭૬ લાખની આવક થઇ હતી અને ર૦૧૭ માં ૩પ લાખ અને ર૦૧૬ માં ૬૦ લાખની આવક નોંધાઇ હતી.

સોમનાથ ટ્રસ્ટ - ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગવી સુઝ-સુપેરે આયોજનથી દર્શન પાસ પ્રથા-વિનમુલ્યે અને દર્શન સમય રાત્રીના દસ સુધી રખાતાં ભાવિકો ભાવપૂર્વક-સગવડતા ભરી રીતે દર્શન કરી શકયા.

(12:55 pm IST)