Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કોટડાસાંગાણી તાલુકાના માર્ગો ૨.૭૫ કરોડના ખર્ચે નવા બનાવવાનું કામ શરૂ

રાજકોટ : કોટડાસાંગાણી તાલુકાના મોટામાંડવા રાજપીપળા ગામને જોડતો ડામર રોડ રૂ. ર કરોડ ૭૫ લાખના ખર્ચે નવો બનાવવાના કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા (મો.૯૮૨૪૨ ૩૯૨૪૪) ના હસ્તે કરવામાં આવેલ. આ તકે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષભાઇ વિરાણી, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, મહામંત્રી શૈલેષભાઇ વઘાસિયા, અમિતભાઇ પડાળીયા, પૂર્વ વિપક્ષ નેતા પ્રતિપાલસિંહ જાડેજા, લઘુમતિ મોરચાના જિલ્લા ઉપપ્રમુખ સલીમભાઇ પતાણી, જયેશભાઇ ભુત, સરપંચો ખીમજીભાઇ, લાલજીભાઇ મકવાણા, નવીનભાઇ કુંદાડીયા, ભરતભાઇ કુહાડીયા, તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:45 am IST)