Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પાટીદાર પરિવારોનું આર્થિક સામાજીક મુલ્યાંકન કરાશે

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટની સિદસર ખાતે મળેલ વાર્ષિક સાધારણ સભામાં આગેવાનોનો નિરધાર

રાજકોટ તા.ર૧ : કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ સિદસર ખાતે તાજેતરમાં વર્ષ ર૦ર૦ - ર૧ ની સાધારણ સભા અને ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યોની સંયુકત બેઠક યોજવામાં આવી હતી.

સાધારણ સભાની શરૂઆત ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, બી.એચ.ધોડાસરા મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ તથા ઉપસ્થિત ટ્રસ્ટીઓ દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.

સિદસર ખાતે યોજાયેલી સાધારણસભામાં સિદસરના ટ્રસ્ટી સ્વ. ડાયભાઈ રતનશીભાઈ ફળદુ, કારોબારી સભ્ય સ્વ. લક્ષ્મણભાઈ મોહનભાઈ પટેલ તથા સ્વ. ભીખાલાલ મનજીભાઈ ભેંસદડીયા નું અવસાન થતા ઉપસ્થિત સૌએ બે મીનીટનું મૌન રાખી તેમને શ્રઘ્ધાંજલી આપી હતી.

ઉમિયા માતાજી મંદિર સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે સાધારણ સભાની કાર્યવાહી હાથ ધરી જણાવ્યુ હતુ કે ગત વર્ષ કોરાનાની વૈશ્વીક મહામારીને કારણે દરેક માટે કપરા કાળ જેવુ બની રહયુ હતુ. આ પરિસ્થીતીમાં પણ મંદિરની સેવાકીય પ્રવૃતીઓ ચાલુ રહેલ હતી. સિદસર મંદિરના નવનિર્માણની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે આ તકે ચીમનભાઈ શાપરીયા, રમેશભાઈ સાપરીયા, કૌશીકભાઈ રાબડીયા, ભરતભાઈ માકડીયા, વિજયભાઈ ડઢાણીયા, તથા સિદસર અને રાજકોટના કાર્યકર મિત્રોની કામીગીરીને બિરદાવી હતી.

મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે ફોરચ્યુન ફાઈવ થાઉઝન્ડ સ્કીમની વિસ્તૃત ચર્ચા કરી દરેક કારોબારી સભ્યોની તેમાં સક્રિય ભૂમીકા અંગે અપીલ કરી હતી. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા નિર્માણાધીન ઈશ્વરીયા પ્રોજેકટ, સોમનાથ પ્રોજેકટ, રાજકોટ ખાતે ઉમાભવન પ્રોજેકટની વિગતે ચર્ચા કરી હતી.

રાજકોટની ભાગોળે ઈશ્વરીયા ખાતેનો શૈક્ષણિક પ્રોજેકટ ટુંક સમયમાં જ શરૂ થશે તે માટેની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતુ.મંદિરના ઉપપ્રમુખ ચીમનભાઈ શાપરીયાએ સિદસર મંદિર નવનિર્માણની કામગીરીની માહીતી આપી હતી. ટ્રસ્ટી બી.એચ.ધોડાસરાએ ઉચ્ચ અભ્યાસ માટે કરવામાં આવતી શિક્ષણ સહાય લોનની વિસ્તૃત માહીતી આપી હતી. સંગઠન સમીતીના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાએ સ્વાગત પ્રવચન કરતા સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી સંગઠન સમીતીની ડીરેકટરી બનાવવાનો વિચાર રજુ કર્યો હતો.

સિદસર મંદિર ટ્રસ્ટના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ ઉપસ્થિત ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તાઓની હાજરીને બિરદાવી હતી. સૌને સાથે રાખી સમાજવિકાસના કાર્યો થકી છેવાડાના માનવી સુધી પહોચવાની નેમ વ્યકત કરી હતી.

મંદિર પરિસરમાં નવા ડોમના દાતા તરીકે ડો.ડાયાભાઈ ઉકાણી પરિવાર તરફથી રૂ. પ૧ લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ તકે મૌલેશભાઈ ઉકાણીનું પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઉપપ્રમુખ ચીમનભાઈ શાપરીયા, બી.એચ.ધોડાસરા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુંઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાસંજાળીયાએ જણાવ્યુ હતુ કે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સૌરાષ્ટ્રના તમામ શહેરો, તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંગઠન સમીતીને મજબુત બનાવી સંગઠનના માળખા દ્વારા મંદિર સંસ્થાન તમામ સામાજીક પ્રવૃતીઓને વેગ આપવા માટે આગામી બે માસમાં કાર્યક્રમો ધડાશે તેમજ હાલની કોરોનાની પરિસ્થીતીમાં મંદિરના માઘ્યમથી ગામો ગામ આરોગ્ય રથ ફરે તે માટેનું આયોજન કરાયુ છે.

તે ઉપરાંત સૌરાષ્ટ્રભરના પાટીદાર પરિવારોનો સામાજીક- આર્થીક સર્વે કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ મંદિરના નેજા હેઠળ ચાલતા વિવિધ પ્રોજેકટ પર સહયોગ આપવા પાટીદાર ભામાશાઓને દાનની અપીલ કરી હતી.

આ બેઠકમાં સિદસર મંદિરના ટ્રસ્ટીઓ મગનભાઈ જાવીયા, ડી.એન.ગોલ, વિઠ્ઠલભાઈ માકડીયા, નાથાભાઈ કાલરીયા, રમણીકભાઈ ભાલોડીયા, રમેશભાઈ રાણીપા, દિલીપભાઈ ધરસંડીયા, ભુપતભાઈ ભાયાણી, ગટોરભાઈ હરીપરા, રસીકભાઈ ફળદુ, વ૯લભભાઈ વડાલીયા, અજેશભાઈ ભુવા, પ્રભુદાસભાઈ ભેસદડીયા સહીત સૌરાષ્ટ્રભર માંથી વિવિધ શહેરોના કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા.

(11:58 am IST)