Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બાબરા દામનગર વિસ્તારના ૩૦ કરોડના માર્ગ મંજુર કરાવતા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજા તબકકામાં માર્ગો મંજુર થતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી

બાબરા-દામનગર તા. ર૧: લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા ગ્રામ્ય વિસ્તારના માર્ગો અને શહેરને જોડતા માર્ગો તેમજ સુવિધાપથ જેવા માર્ગો સતત રાજય સરકારમાં મંજુર કરાવી લોકોને વધુ સવલતો ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

ત્યારે ફરીવાર લાઠી વિધાનભાસ વિસ્તારના બાબબરા અને દામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારના પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ૩૦ કરોડના માર્ગો મંજુર કરાવતા અહીના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા રાજયના માર્ગ અને મકાન વિભાગ પાસેથી પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ત્રીજા તબકકામાં બાબરા તાલુકાના કેડી-નાનીકુંડલ ૯.૧૩ કિલોમીટરનો માર્ગ રૂપિયા પરપ લાખના ખર્ચે મંજુર કરાવ્યો છે તેમજ  બળેલ પીપળીયા-ખીજડીયા, કોડડા, ફુલજર ૬.૮૪ કિલોમીટરનો માર્ગ રૂપિયા ૩૭૭.૬૪ લાખના ખર્ચે મંજુર કરાવ્યો છે તેમજ દામનગર વિસ્તારના રાભડા-ભટ્ટવદર-ભમરીયા માર્ગ ૭.પ૪ કિલોમીટરનો મંજુર કરાવી જોબ નંબર આપી જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત કાર્યપાલકને ઇજનેરને સુચના પણ આપવામાં આવેલ છે.

ઉપરોકત તમામ ગ્રામ્ય વિસ્તારના કુલ ર૩.પ૦ કિલોમીટરનો માર્ગ રૂપિયા ૧૩૬૯ લાખના ખર્ચે (ત્રીસ કરોડ) બનશે ત્યારે તમામ માર્ગ પુરતી લંબાઇની સાથે પ.પ૦ મીટરનો પહોળો બનાવવાની પણ સાથે સાથે જરૂરી સુચનાએ આપવામાં આવી છે.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે ગામડાઓ રોડ રસ્તાઓથી વધુ સજ્જ બને તે માટેના પ્રયાસો અને રજુઆત રાજય સરકારમાં કરવામાં આવતી હોય છે. ત્યારે રાજય સરકાર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ એક અંદાજ મુજબ ત્રીસ કરોડ ફાળવતા ગામડાઓના રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

(1:26 pm IST)