Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

બેકાબુ બનેલા કોરોનાથી કચ્છમાં વધુ ૫ મોત : સામટા ૧૭૬ સાથે ૯૫૭ દર્દીઓ સારવાર હેઠળ

સતત વધતા કેસોના કારણે હોસ્પિટલો ફૂલ : દર્દીઓ અને પરિવારજનો પરેશાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : સતત પોઝિટિવ કેસ અને મોતની વધતી સંખ્યા સાથે કચ્છમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે લોકોમાં ચિંતા અને દહેશત વધી છે. હવે તો દરેક દિવસે આગલા સમય અને આગલા દિવસનો રેકર્ડ તૂટે એટલી મોટી સંખ્યામાં કેસ તેમ જ મોત વધી રહ્યા છે.

અત્યાર સુધીમાં એક જ દિવસમાં ૧૭૬ દર્દીઓ સાથે કચ્છમાં સારવાર લેતાં દર્દીઓની સંખ્યા પણ વધીને ૯૫૭ જેટલી ઊંચી થઈ છે.

હોસ્પિટલમાં બેડ નથી મળતા એવી પરિસ્થિતિ સર્જાઈ છે. મોતની સંખ્યા પણ વધી રહી છે, એક દિવસમાં પાંચ મોત સરકારી ચોપડે નોંધાયા છે.

(11:00 am IST)