Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજકોટમાં વાદળોની પ્રચંડ ગડગડાટી સાથે વાતાવરણમાં પલટો : માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગર, હળવદ અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ

રાજકોટ : મોડીરાતે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે રાજકોટમાં રાત્રે 11 વાગ્યાથી જોરદાર વરસાદ વરસી રહયો છે વીજળીયાના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદથી રસ્તાઓમાં [પાણી ફરી વળ્યાં છે

ભાવનગર શહેરમાં આજે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
ભાવનગરમાં આજે રાત્રે આઠ વાગ્યે વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વીજળીના ભયંકર અવાજ  થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ  પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ છે.
શહેર ઉપરાંત ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણવા મળેલ છે

આ ઉપરાંત ,હળવદ  અને મોરબી પંથકમાં વિજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે  આ ઉપરાંત ગોંડલમાં પણ સાંજે વરસાદ તૂટી પડ્યો હતો  

વરસાદ પેહલા વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાયો..હતો વરસાદ અને ભારે પવનથી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.છે રે વરસાદના પગલે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ..

(11:42 pm IST)