Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

માણાવદર ખાતે મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ

૪ સખી મંડળોને આત્મનિર્ભર થવા રૂ.૪ લાખની લોન સહાયના ચેકનું વિતરણ

જૂનાગઢ તા.૨૧ : પ્રધાનમંત્રીશ્રીના ૭૦ માં જન્મ દિવસ નિમિત્ત્।ે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર ગુજરાતની નારીશકિતને મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ આપી છે. આ યોજનાના ભાગરૂપે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા,જિલ્લાના સહકારી અગ્રણી જેઠાભાઇ પાનેરાની ઉપસ્થિતિમાં માણાવદર ખાતે જૂનાગઢ જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાયો હતો.

માણાવદરના ૪ સખીમંડળોને આતમનીર્ભર થવા રૂ.૪ લાખની લોન સહાયના ચેકનું વિતરણ કરી મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે, મહિલાઓ વહીવટ ચલાવવામાં કુશળ હોય છે. તેમના હાથમાં ઘર અને નાણાં પૂરેપુરા સલામત રહે છે.

જે. એમ પાનેરા શૈક્ષણિક સંકૂલ માણાવદર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગળવાવના ઉમીયા લોકશકિત જૂથના પ્રમુખ ભાનુબેન મણવરને, બંશીધર લોકશકિત જૂથના પ્રમખ ભચારતીબેન વિરમગામા, સણોસરમના રાધેશ્યામ સખીમંડળના પ્રમુખ જુમીબેન ભીમાણી અને નાકરાના શ્રીનાથજી સખીમંડળના પ્રમુખ ભારતીબેન ઠુંમરને પ્રત્યેકને રૂ. એક-એક લાખ મએમ કુલ ૪ લાખના ચેકનું મંત્રીશ્રીએ વિતરણ કર્યુ હતુ. 

મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રાજયમાં એકલાખ મહિલા જૂથના ૧૦ લાખ સભ્યોને આ યોજનાનો લાભ મળશે બેંકો ધિરાણ સંસ્થાઓના સહયોગથી બહેનોને નાણાં મળશે લોનની રકમ જુથ દીઠ રૂ.૧ લાખ વધુમાં વાર્ષિક રૂપિયા  છ હજારના વ્યાજથી મળશે. રાજય સરકારે આ યોજના માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઈ કરી હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. ટી. જાડેજાએ જણાવ્યું હતું.

આ પ્રસગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન ઝાલા નગરપાલીકા પ્રમુખ પુષ્પાબેન ગોર,સહકારી અગ્રણી જેઠાભાઇ પાનેરા, પ્રાંત અધિકારી ગોવાણી,મામલતદાર રામ,અગ્રણી હસમુખ ગરાળા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો મહિલાઓ સહભાગી થઈ હતી. સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર નંદાણિયાએ કર્યુ હતુ.

(11:30 am IST)