Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ભાવનગરની ફેકટરીમાં લોખંડનો રસ પડતા ૪ શ્રમિકો દાઝયાઃ એકનું મોત

ભાવનગર, તા.૨૧: ભાવનગર નજીક એક ફેકટરીમાં આજે સવારે લોખંડ નો રસ પડતાં ચાર શ્રમિકો દાઝયા હતા જેમાંથી એકનું મોત નીપજયું છે જયારે ત્રણને હોસ્પિટલ ખસેડેલ છે.

મળતી માહિતી મુજબ મામસા જી.આઇ.ડી.સી.માં આજે વહેલી સવારે અકીબ સ્ટીલ નામની ફેકટરી માં લોખંડનો રસ પડતા ચાર વ્યકિતઓ ગંભીર રીતે દાઝયા હતા અને એકનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.  લોખંડ ઓગળવાની ભઠ્ઠીમાં લોખંડનો રસ માથે પડતા એકનું સ્થળ પર મોત જ મોત થયું હતું. અન્ય દાઝી ગયેલા ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા. આ બનાવ બાદ ઘોઘા પોલીસ સ્થળ પર પહોંચી  વધુ તપાસ હાથ ધરી હતી.

(11:37 am IST)