Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વંથલી પોલીસ દ્વારા માસ્ક વિતરણ

જૂનાગઢ : રેન્જ ડીઆઇજીપીશ્રી મંનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપીશ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી વંથલી પીએસઆઇ બી કે ચાવડાએ કોરોના સંક્રમણ વ્યાપને ધ્યાને લઇ લોકોમાં સાવચેતી ગંભીરતા વધે તે માટે જાગૃતિ લાવવા વંથલી પોલીસ દ્વારા જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા માસ્ક પહેરનારને દંડ ફટકાવાના બદલે માસ્ક જરૂરીયાતમંદોને વિનામૂલ્યે પહેરાવી માનવતા મહેકાવી પોલીસ પ્રજાની મિત્ર છે. તે સાર્થક કરી બતાવ્યુ હતું. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(1:27 pm IST)