Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ભીયાળના યુવકના રૂા.૭૭ લાખ ચાંઉ કરનાર ટોળકીનો કબજો લેવા જુનાગઢ તાલુકા પોલીસ બગસરામાં

પાંચ શખ્‍સોનો કબજો સંભાળી રીમાન્‍ડ પર મેળવાશે

જુનાગઢ તા. ર૧ : ભીયાળના યુવકના રૂા.૭૭ લાખ ચાંઉ કરનાર ટોળકીનો કબજો લેવા જુનાગઢ તાલુકા પોલીસે બગસરા ખાતે પડાવ કર્યો છે.

જુનાગઢ નજીકના ભીયાળ ગામના નયન પ્રવીણભાઇ સોજીત્રાને સાધુ બનેલી ઠગ ટોળકીએ પુત્ર પ્રાપ્તી માટે તાંત્રીક વિધી કાવવાની લાલચ આપી રૂપિયા ઘરેણા તેમજ ૧૭ વીઘા જમીન વેચવાની નાંખી તેના આવેલા નાણા મળી કુલ રૂા.૭૭.૭૦ લાખ પડાવી લીધા હતા બાદમાં આ ટોળકી ગુમ થઇ ગઇ હતી.

તાજેતરમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામની એક વ્‍યકિત સાથેની ઠગાઇ કરી રૂા.ર૪.૮૦ લાખ પડાવી લીધા હતા.

આ ગુનામાં અમરેલી ક્રાઇમ બ્રાંચે વાંકાનેરનો રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વઘાસીયા, મોરબીના માનસરનો જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુટદેવ, કવરનાથ રૂમાલનાથ માટી તેમજ નરેશનાથ રૂખડનાથ પઢીયારની ધરપકડી કરી હતી.

આ ટોળકીએ ભીયાળના યુવાન સાથે રૂા.૭૭.૭૦ લાખની છેતરપીંડી આચરી હોવાનું ખુલ્લયુ છે.

હાલ આ ઠગ ટોળકી બગસરા સબજેલમાં હોય ત્‍યાંથી તેમનો કબજો મેળવવા જુનાગઢ તાલુકા પી.એસ.આઇ. એસ.એન. સગારકા પોલીસ કર્મીના સ્‍ટાફ સાથે બગસરા ખાતે દોડી ગયા છે.

પી.એસ.આઇ. સગારકાએ સાથે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે ઠગ ટોળકીનો બગસરા જેલમાંથી ટ્રાન્‍સફર વોરંટના આધારે કબજો મેળવી સાંજ સુધીમાં જુનાગઢ ખાતે લાવવામાં આવશે બાદમાં તમામને રીમાન્‍ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

(1:38 pm IST)