Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જુનાગઢ સીવીલ હોસ્‍પીટલની ખોટી પોસ્‍ટ વાઇરલ કરનાર સામે કાર્યવાહી

આરએમઓની ફરીયાદના પગલે તપાસ

જુનાગઢ તા. ર૧ : જુનાગઢ સીવીલ હોસ્‍પીટલની ખોટી પોસ્‍ટ વાયલર કરનાર શખ્‍સે સામે આરએમઓએ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ સિવીલના નામે સોશ્‍યલ મિડીયા એક વિડીયો વાયરલ થયેલ જેમાં કથિત બેદરકારી દર્શાવવામાં આવી હતી જો કે આ વિડીયો જુનાગઢ સિવીલોનો ન હોવાનું સામે આવેલ.

આમ સિવીલ હોસ્‍પીટલને બદનામ કરનાર સામે કલેકટર ડો. સૌરભ પારધીએ કાર્યવાહી કરવાની સુચના જારી કરતા સિવીલ હોસ્‍પીટલના રેસીડન્‍સ મેડીકલ ઓફિસર ટી.જે. સોલંકીએ ગઇકાલે જુનાગઢ અસ ડીવીઝન પોલીસ મથકમાં ફેસબુકના વડોદરીયું  પેજ પર સિવીલ હોસ્‍પીટલની ખોટી પોસ્‍ટ કરનાર સામે ફરીયાદ કરી હતી.

આ અંગેની વધુ તપાસ પી.એસ.આઇ. વી.યુ.સોલંકી ચલાવી રહ્યા છ.ે

(1:40 pm IST)