Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

જૂનાગઢ અને બગસરા (ધેડ)ના બે જુગારી પાસા તળે જેલમાં

જૂનાગઢ,તા. ૨૧: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાસા કાયદામાં સુધારો કરી, પાસા એકટમાં જુગાર ધારા મની, લોન્‍ડરિંગ, જાતીય સતામણી, સાયબર ક્રાઇમ સહિતના ગુન્‍હોઓમાં પકડાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ પણ અસામાજિક પ્રવૃતિ ડામવાના ભાગરૂપે સમાવેશ કરવામાં આવેલ છે જે સુધારા વટહુકમ અન્‍વયે જૂનાગઢ રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર કડક હાથે કામ લેવાની થયેલ સુચના અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢના પી.જી. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી માંગોરળના જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ (૧) નવા નાગરવાડા વિસ્‍તારમાં રહેતા અને જુગારનો અડ્ડો ચલાવી અસામાજીક પ્રવૃતિ અચારતો ઇસમ વિશાલ ઉર્ફે જગો વિનોદ ઉર્ફે કાળુભાઇ કડીવાર કોળી ઉવ.૨૯ રહે વણજારી ચોક તથા (૨) માંગરોળ તાલુકાના બગર (ધેડ) વિસ્‍તારના રહિશ પ્રતાપ ગીગાભાઇ ટીંબા મેર (ઉવ.૩૨) વિરૂધ્‍ધમાં જુગારધારા હેઠળ દાખલ થયેલ ગુન્‍હાઓ ધ્‍યાને લઇ ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢ ઇચા. પોલીસ ઇન્‍સ. આર.કે.ગોહિલ તથા પો.હેક કોન્‍સ. નિકુલ એમ. પટેલ તથા પો.કોન્‍સ. યશપાલસિંહ જાડેજા, જીતેષ એચ.મારૂ તથા મહિલા પો.કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા દ્વારા પાસા દરખાસ્‍ત તૈયાર કરી જિલ્લા મેજીસ્‍ટ્રેટરી તથા કલેકટર શ્રી સૌરભ પારધી તરફ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી મારફત મોકલતાં.

 જે બાદ સદર પાસા વોરન્‍ટના આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડી પાસા ધારા સુધારા વટહુકમ અન્‍વયે પાસા વોરન્‍ટની બજવણી કરી અનુ નં. (૧)ને સેન્‍ટ્રલ જેલ, અમદાવાદ તથા (૨) સેન્‍ટ્રલ જેલ વડોદરા ખાતે વિશાલ ઉર્ફે જગો બી ડીવીઝન પો. સ્‍ટે. સે. ૩૫/ ૨૦૧૯ જુ.ધા. કલમ ૪,૫ બી ડીવીઝન પો. સ્‍ટે. ૧૧૨૦૩૦૨૪૦૦૨૧૪૧/૨૦ જુધા. ક. ૪,૫ મુજબ અને પ્રતાપ મેર શીલ પો.સ્‍ટે. સે. ૫૪/૨૦૧૪ જુ.ધા.ક ૧૨ મુજબ, શીલ પો.સ્‍ટે. સે. ૩૨/૨૦૧૮ જુ.ધા.ક. ૧૨ મુજબ, બાંટવા પો.સ્‍ટે. સે. ૦૮/૨૦૧૯ જુ.ધા.ક. ૧૨ મુજબ શીલ પો.સ્‍ટે. સે. ૬૯/૨૦૧૯ જુ.ધા.ક. ૧૨ મુજબ, શીલ પો.સ્‍ટે. ૧૧૨૦૩૦૫૫૨૦૦૫૪૦/૨૦ જુ.ધા.ક.૪,૫ મોકલી આપેલ છે.

ક્રાઇમ બ્રાન્‍ચના ઇચા. પોલીસ ઇન્‍સપેકટર આર.કે. ગોહિલ તથા પો.સ.ઇ ડી.જી.બડવા તથા પો.હે.કોન્‍સ. એસ. એ. બલીમ, નિકુલ એમ. પટેલ તથા પોલીસ કોન્‍સ.  યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, ડાયાભાઇ કરમટા તથા વુ.પો.કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા વિગેરે પોલીસે સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:42 pm IST)