Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કેશોદમાં જોરદાર પવન અને વરસાદ સાથે વિજળી પડી : કોઈ જાનહાની નહી : અડધો કલાકમાં એક ઈંચ વરસાદ

(કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદ: કેશોદમાં આજે સાંજે પોણાછ વાગ્યાના આરસામાં જોરદાર પવન સાથે અનરાધાર વરસાદ શરૂ થતા અડધા કલાકમાં એક ઈંચથી વધુ  વરસાદ પડેલછે. રસ્તાઓ પાણી પાણી થઈ ગયેલછે. વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયોછે.

         વરસાદની સાથે સાથે  વેરાવળ રોડપર આવેલ ગણેશ નગરમાં બાબુભાઈ સોરઠીયાના મકાન ઉપર વિજળી પડતા મકાનનુ ઈલેકટ્રિક વાયરીંગ બળીને ખાક થઈ ગયુ હતુ. સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. 

(7:10 pm IST)