Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ધોરાજીમાં એક ઈચ વરસાદ વરસ્યો: કૂભારવાડા વિસ્તારમાં રહેણાંક મકાનમા વિજળી પડતા ઈલેકટ્રીક વાયરીંગને નૂકશાન

મકાનમા તિરાડો પડી :સદભાગ્યે મકાનમાં રહેતા લોકોનો ચમત્કારિક બચાવ થયો

 ધોરાજી:ધોરાજીમાં ગાજવીજ સાથે એક ઈચ ધોધમાર વરસાદ પડેલ છે  સાજે બફારા ગરમી ના માહોલ મા ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા એક ઈચ વરસાદ વરસ્યો છે
ધોરાજીમાં  કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ માં કૂભારવાડા વિસ્તાર માં રહેણાંક મકાન માં વિજળી પડતા ઈલેકટ્રીક વાયરીંગ ને નૂકશાન થયેલ છે મકાનમા તિરાડો પડેલ છે સદભાગ્યે મકાનમાં રહેતા લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો

(8:25 pm IST)