Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરેન્દ્રનગરમાં એક મોત, વધુ ૩૦ કેસ : ભાવનગર- ૧૯, કચ્છ -૧૪, મોરબીમાં કોરોનાના વધુ ૧૨ દર્દી

રાજકોટ,તા. ૨૧: કોરોનાનો કહેર હજુ શમ્યો નથી  એ બાબત ગઇ કાલે દેશના વડાપ્રધાનશ્રીએ પણ જાહેર કરી છે ત્યારે કોરોનાએ ઝાલાવડમાં એકનો ભોગ લીધો છે. આ ઉપરાંત મોરબી-૧૨, ભાવનગરમાં ૧૯, સુરેન્દ્રનગર-૩૦ અને કચ્છમાં નવા ૧૪ કેસ નોંધાવા પામ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં  કુલ આંક ૨,૪૫૪

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૫૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે.

ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૩૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૨૩૫૪ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જયારે જિલ્લામાં ચોવીસ કલાકમાં એક દર્દી જેમાં ૮૦ ફુટ રોડ, અવધપાર્કમાં રહેતા ૬૮ વર્ષના પુરૂષનું કોરોનાથી મોત પણ નીપજયું હતું. આ દર્દીની કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના મુખ્ય સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

ભાવનગરમાં ૨૭ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામાં વધુ ૧૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૬૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા પાલીતાણા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, ભાવનગર તાલુકાના હાથબ ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના લીંબડા ગામ ખાતે ૨ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ૧૯ અને તાલુકાઓના ૮ એમ કુલ ૨૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૬૨૪ કેસ પૈકી હાલ ૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૪૫૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

કચ્છમાં ચુંટણીવાળા ત્રણેય તાલુકાઓ સતત કોરોના 'મુકત'

ભુજઃ કચ્છમાં કોરોનાના ફફડાટ વચ્ચે અબડાસા વિધાનસભાની ચુંટણીવાળા ત્રણ તાલુકાઓ સરકારી આંકડાઓ પ્રમાણે લખપત, નખત્રાણા અને અબડાસા જાણે કોરોનાથી મુકત થઈ ગયા છે. જોકે, અન્યત્ર નવા ૧૪ કેસ સાથે કુલ કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૨૫૮૧ ઉપર પહોંચ્યો છે. જયારે અત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૨૭૫ છે. તો, સાજા થનાર દર્દીઓ ૨૧૮૬ છે. સરકારી ચોપડે ૭૦ મોત થયા છે. બિનસતાવાર ૧૨૦ મોતની આશંકા છે.

મોરબી જીલ્લામાં ૨૪ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબી જીલ્લામાં મોરબી, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં કોરોનાના ૧૨ કેસો નોંધાયા છે તો વધુ ૨૪ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૦૯ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ શહેરી વિસ્તાર તેમજ ટંકારા અને માળિયા તાલુકામાં ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૨ કેસ નોંધાયા છે જયારે આજે જીલ્લામાં કુલ ૨૪ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૨૦૬૧ થયો છે જેમાં ૧૬૪ એકટીવ કેસ છે જયારે ૧૭૮૧ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

(11:11 am IST)