Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ઉપલેટા-ધોરાજી રોડ પરથી રૂ.૧ કરોડથી વધુનો રેતી-૮ ટ્રક સહીતનો મુદ્દામાલ સીઝ કરાયો

રાજકોટ,તા.૨૧ : સપ્ટેમ્બર- જેતપુરના આસી. સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી સાગર બાગમાર તથા ધોરાજી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ગૌતમ મિયાણી સહિત સબંધિત સ્ટાફ દ્વારા  તા.૧૬-૧૦ના રાત્રે ધોરાજી રોડ, ભોળા ભોલગાડા રોડ તથા ઉપલેટામાં જૂનો પોરબંદર રોડ ઉપર આવેલ રેતી વોશ પ્લાન્ટ, વરજાંગ જાળિયા અને નાગવદર રોડ ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ટ્રકો ઓવરલોડ, રોયલ્ટી વગર તથા સમય પહેલાની રોયલ્ટી પાસ આધારે વહન થતાં હોવાનું અને આ વાહનોના ડ્રાઇવરો તથા કલીનર દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલમાં જૂદાજૂદા ગ્રુપ દ્વારા મામલતદાર /પ્રાંત અધિકારી અને ખનીજ ખાતાના વાહનોમાં સતત ગ્રુપ પેટ્રોલિંગ કરી ગ્રુપ વોઇસ કોલ દ્વારા ખનીજચોરોને જાણકારી આપવાની પ્રવૃતિ કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવાનું અને કાયદો વ્યવસ્થા ખોરંભાય તેવી પ્રવૃતિનું નિર્માણ કરી ગેરકાયેદસર ખનીજ વહન કરતા હોવાનું જાણ થતાં આઠ ટ્રકોની કિંમત રૂ.એક કરોડ અઢાર લાખ બ્યાસી હજાર છસો પચાસનો મુદામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે ખાલી ટ્રક ડ્રાઇવરો દ્વારા મોબાઇલ ફોનમાં ગ્રુપ દ્વારા વોઇસકોલ કરી  ખનીજ ચોરોને અધિકારી ગણની બાતમી આપી સરકારી કામમાં રૂકાવટ કરવા બદલ પોલીસ દ્વારા આ બંને ખાલી ટ્રકોને ડીટેઇન કરી આરટીઓ/પોલીસ અધિનિયમ મુજબ પલગા લેવા કાર્યવાહી હાથ ધરાઇ છે. તેમ  ઉપલેટા મામલતદાર  જી.એમ.માવદિયાની યાદીમાં જણાવાયુ છે.

(11:14 am IST)